પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
લીલુડી ધરતી–ર
 


છ, ગડાકુ પીવા નહિ. વાડીમાં કોણ આવ્યું, કોણ ગયું, એનો વે’મ ન રાખ્ય તો કાલ સવારે સારે વરહે કો’ક ઊભા મોલ ભેળવી જશે તો ?’ ત્યારે ગીગાએ મભમ કહ્યું : ‘ગામમાંથી જ એક બાઈ છત્તર ચડાવી ગઈ છે—’

‘કોણ ?’

‘એણે નામ દેવાની ના પાડી છે.’

‘શું બોલ્યો ?’ ઊજમે આંખ કાઢી.

‘એણે કહ્યું છે કે કોઈને વાત કરીશ મા—’

‘પણ ઈ છત્તર ચડાવનારી હતી કોણ ?’

‘ઝમકુકાકી... ગિધા લુવાણાની વવ.’

‘હવે હમજી !’

‘પણ કોઈને કાને વાત ન જાય, એમ એણે કીધું છે.’ ગીગાએ સમજાવ્યું. ‘બચાડીની કાંઈક માનતા ફળી હશે એટલે છાનું છત્તર ચડાવી ગઈ—’

ઊજમ માટે આ બાતમી બહુ રસિક હતી. ઘરે આવીને એણે સંતુને વાત કરી.

સાંભળીને સંતુ ખિન્ન હાસ્ય વેરી રહી.

ઊજમની જિજ્ઞાસા વધી. ઝમકુની એવી તે કઈ મને કામના ફળી હશે કે પતિ વિયોગના આ શોકના દિવસોમાં ય એણે છત્તર ચડાવવું પડ્યું ?’

આનું સૂક્ષ્મ કારણ સંતુ જાણતી હતી. ગિધાની હયાતી દરમિયાન એના ત્રાસથી કંટાળેલી ઝમકુએ સતીમાની એક માનતા માનેલી, પણ સંતુએ એ વેળા તો ઝમકુની અગંભીર લાગતી એ વાતને ટોળ ગણીને હસી કાઢેલી. ઝમકુ પોતાની માનતાને આટલી ચુસ્તપણે વળગી રહેશે, અને ભક્તિભાવે એનું પાલન પણ કરશે, એવી સંતુને કલ્પના નહોતી. પતિ વિયોગની વેદના વેઠી રહેલી આ યુવતીને એવી જ એક પતિવિયોગિનીનું આ વર્તન વિચિત્ર જ નહિ, બેહૂદું લાગ્યું. છત્તર