પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
લીલુડી ધરતી-૨
 

કર્યા હતા, પણ ક્યાંયથી ઝમકુના સગડ જડતા નહોતા.

દામજીએ ગામેગામના નાતપટેલો પર પત્ર લખીને, બહેન કોના ઘરમાં બેઠી છે એની તલાશ કરાવી જોઈ, પણ ગામેગામથી ‘કાંઈ વાવડ નથી’ એવા નિરાશાજનક ઉત્તરો આવતાં લોકોના મનમાં વળી એક નવી શંકા ઊઠી :

‘ઝમકુ જીવતી હશે કે મરી ગઈ હશે ?’

‘ભેગું સામટું સોનું ને જ૨ – જોખમ લઈને ભાગી છે, તી મારગમાં કોઈએ ઘડોલાડવો તો નહિ કરી નાખ્યો હોય ?’

‘આંહીથી કોઈ એને આંબાઆંબલી દેખાડીને ભોળવી ગ્યું હોય ને પછી હંધો ય દરદાગીનો લૂંટીને બચાડીને ઓઝતના પટમાં દાટી દીધી હોય તો ?’

અને પછી તો ચારે ય બાજુથી હતાશ થયેલો દામજી નાના બાળકની જેમ રડવા લાગ્યો. એનાં તથા ગિધાનાં નબાપાં ને નમાયાં બાળકોની રોકકળ જઈને મુખીને દયા આવી અને એમણે તુરત બાજરાની એક ગુણ તથા જૂના ગોળનું એક માટલું મોકલી આપ્યું. ઝમકુએ જતાં પહેલાં ગિધાની લગભગ બધી જ ઊઘરાણી વસૂલ કરી લીધી હતી, છતાં હજી ઠુમરની ખડકી અને બજારમાં ભાણ ખોજાની દુકાન ગિધાએ ગિરવી રાખેલાં એની વસૂલાત બાકી રહી હતી. આ રકમ પણ વસૂલ કરીને પોતાની સાથે લઈ જવા માટે ઝમકુએ તકાદા તો બહુ કરેલા, પણ આ માઠા વરસમાં કોઈ પાસે રોકડની છૂટ ન હોવાથી એટલી સ્થાવર અસ્કયામત બચી જવા પામેલી.

‘આ તો ઝમકુડીનાં જણ્યાંવનાં નસીબે જોર કર્યું, તો વળી આટલું રોટલાનું સાધન હાથમાં રૈ ગ્યું. નહિ તો શકોરું લેવાનો વારો આવત બચાડાંવને—’

પણ આ અનાથ બાળકોને ખરેખર હાથમાં શકોરું લેવા દે એટલું દઠ્ઠર કે દયાહીન આ ગામ નહોતું. અલબત્ત, નાનીમોટી