પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
લીલુડી ધરતી-૨
 

 અને કાબરી બન્ને એને મન પુત્રીસમોવડી હતી, અને એ બન્નેને મરેલાં સંતાનો અવતર્યાં તેથી હરખ એ બન્ને મૃતવત્સાઓ તરફ વેદનાભરી નજરે વારાફરતી નિહાળી રહી હતી.

ધીમે ધીમે સંતુનો સ્મૃતિતંતુ સંધાઈ રહ્યો હતો. ધીમે ધીમે, છૂટકછૂટક ઘટનાઓના અંકોડાઓ મળી રહ્યા હતા.

સંતુએ આંખ ઉઘાડી છે એવી જાણ થતાં ઊજમ પણ હરખાઈ ઊઠી. બાળક તો નસીબમાં ન સમાયું, પણ સંતુ ઊગરી ગઈ એ ય એને મન મોટું આશ્વાસન હતું.

આંખ ઉઘાડ્યા છતાં સંતુ હજી કોઈને ઓળખી શકતી નહોતી. પોતે તંદ્રાવસ્થાની દુનિયામાંથી કોઈક સાવ અપરિચિત સૃષ્ટિમાં આવી પડી હોય એવો એને અનુભવ થતો હતો. આ અજાણી દુનિયા સાથે તાળો મેળવતાં એને અસાધારણ પરિશ્રમ પડતો હતો.

આ નવપરિચયનો પહેલો તાર ઊજમ કે હરખ જોડે નહિ પણ નજર સામે નિમાણી થઈને ઊભેલી કાબરી સાથે સંધાયો. પોતાની આ સહિયર સમી ગવતરી સામે સંતું ટગર ટગર તાકી રહી.

એવામાં ધનિયો ગોવાળ હાથમાં નાનકડું બોઘરણું લઈને આવી પહોંચ્યો. આવીને એણે ગાભા ભરેલા વાછરડાનું મુંઢકણું હાથમાં લીધું ને કાબરીની સન્મુખ એને રમાડી દેખાડ્યું.

સંતુ રસપૂર્વક આ તમાશો જોઈ રહી.

સારી વાર સુધી ગાભા ભરેલા વાછડા જોડે ગેલ કરીને ધનિયાએ એની કાબરીની બરાબર નજર સામે જ મૂક્યું અને પોતે બે ગોઠણ વચ્ચે બોઘરણું મૂકીને ગાયને દો’વા બેઠો.

અને બીજી જ ક્ષણે કાબરીએ પાછલા પગ વડે એવું તો જોરદાર પાટુ ઝીંક્યું કે ધનિયા જેવો ધનિયો પણ એક ગડથોલિયું ખાઈ ગયો અને એના હાથમાંનું બોઘરણું તો દડતું દડતું છેક ગમાણના બારણા સુધી પહોંચી ગયું.

‘સમજી ગઈ, સમજી ગઈ !’ કરતો ધનિયો ઊભો થયો અને