પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રથ ફરી ગયા
૨૩૩
 


...જો, પાછું ઓલીપાથી નીકળ્યું !... ધોડ્ય ધોડ્ય ઝટ, નીકર વળી પાછું વયું જાશે... જો પાછું સંતાણું એાણી કોર્ય... ઝાલ્ય, ઝાલ્ય ઝટ, નીકર વળી પાછું હાથમાંથી વયું જાશે વાજોવાજ...’

‘એલા, મને ટગવશ શું કામ ? દેખાડ્યની, ક્યાં છે મારું છોકરું ?’

‘ઈ તો છુ – ચકલી થઈને ઊડી ગ્યું !’

સંતુ દયામણે મોઢે પૂછી રહેતી :

‘શુ કામે ઊડી જાવા દીધું ?’

તોફાની છોકરાઓ સંતુની આ પજવણી કરતાં ત્યારે કોઈ મોટેરાંઓ એ તોફાનીઓને ટપારતાં :

‘એલાંવ, બચાડી દુખિયારીને વધારે દખ દિયો છો ? ખબરદાર એને કોઈએ વતાવી છે તો !’

અને પછી સંતુના ગાંડપણ અંગે દિલસોજી દાખવતાં :

‘અરે, બચાડીને માથે રથ ફરી ગ્યા !’

*