પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખાલી ખોળો
૨૩૫
 

 ‘દેવ–દેવલાંને સરમાં લાવીને ધૂણતો તંયે હંધાં ય નાળિયેરના ઘા ઘરઢાળા નાખીનાખીને ઘર ભર્યું’તું. હવે જુવો, કેવો ભૂંડેહાલ થઈને ગામમાં રખડે છે !’

‘ઓઘડિયાનો જીવ નાળિયેર કરતાં ય વધારે તો કો’કની માંગી બીડીમાં ભમતો. એને ધુણાવતાં મોર્ય તો એના ઘરાકે બીડીની ઝુડિયુંની ઝુડિયું ધરવી પડતી, તો ય ઓઘડિયાને સંતોષ ન થતો, તી ઈ ધૂણતો ધૂણતો કો’કની એંઠી બીડી માગી લેતો, ને બેચાર ફૂંક ખેંચી લેતો—’

‘કૂકડીનું મોં ઢેકલે જેવું. ઈ અડધી પીધેલી બીડીમાં એનો જીવ રૈ ગ્યો’તો તી હવે મગજની કમાન છટકી ગઈ, ને ઊભી શેરીએથી બીડીનાં ઠૂંઠાં વીણતો થઈ ગયો !’

‘ઈ જ લાગનો છે મૂવો ! સાચાંખોટાં ધૂણીધફીને ઘણાંયને જતિ કર્યાં છે, તી ઉપરવાળો એનું સાટું તો વાળે જ ને ? આ ભમતા ભૂત જેવો કરી મેલ્યો છ, તી ભૂંડે હાલે મરશે રોયો.’

‘ઈ મરે કે જીવે, તો ય કોઈને કાંઈ ચંત્યા નથી. વાંહે ક્યાં કોઈ કાણ્ય કુટણ કરનારી છે, તી ફકર્ય ? પણ આ સંતુને માથે રથ ફરી ગ્યા ઈ જોયું નથી જાતું. ગોબર મરી જતાં માથેથી મોડ ગ્યો, ને હવે આ છોકરું મરી ગ્યું એમાં તો બચાડીનું જીવતર કડવું ઝેર થઈ પડ્યું.’

સંતુનું ગાંડપણ જોઈને વધુમાં વધુ વ્યથા વખતી ડોસીને થતી હતી. ગામલોકોને ય અચરજ થતું હતું કે આ કઠણ કાળજાંવાળી ને ‘કલાંઠ’ બાઈ પારકાં દુઃખે પોતે આટલી વેદના શા માટે અનુભવે છે ? આ વિચિત્ર પ્રક્રિયા તો ખુદ વખતીને ય પૂરેપૂરી સમજાતી નહોતી. છતાં એ હકીકત હતી. સંતુની યાતના જોઈને એનું અંતર દ્રવી રહ્યું હતું.

વખતીની આ અનુકમ્પાનું રહસ્ય શું હતું ? સંભવ છે કે એણે સંતુની અપાર યંત્રણાઓ, સંતાનેષણા અને વિફળતાના દારુણ