પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
લીલુડી ધરતી-૨
 

 રતનિયા ! આ ડાયરાને સલામ ભર્ય !’

અને ચાવી આપી રાખેલા પૂતળાની જેમ રતનિયો બે પગે ઊભો થયો અને આગલા બન્ને પગને હાથ તરીકે ઊંચા કરીને ચારે તરફ ફરતો ફરતો આ સંભાવિત પ્રેક્ષકોને સલામ કરી રહ્યો.

નાનાં છોકરાંઓએ આનંદના પોકારો કર્યા.

સંતુએ તો રોમાંચક આનંદની ચિચિયારી જ પાડી.

‘ગામનાં મા’જનને સલામ... મુખીને સલામ... વાણિયા–વેપારીને સલામ... વેઠિયાં—વહવાયાંને સલામ...’

ભચડો પ્રણાલિગત નામો ઉચ્ચારતો રહ્યો અને એનું પાળેલું પશુ બે પગ ઉપર ચકરચકર ફરતું સહુને સલામો ભરતું રહ્યું.

સંતુને મન રતનિયો માત્ર રીંછ નહિ પણ કોઈક અલૌકિક સૃષ્ટિની સરજત બની રહ્યો.

ભચડો પડ બાંધીને એક પછી એક ખેલ કરવા લાગ્યો. પ્રેક્ષકોની ભીડ પણ વધી. અડખેપડખેની ખડકીનાં બારણાંમાં કેટલાંક મોટેરાં પણ આવી ઊભાં રહ્યાં.

પ્રેક્ષકોને અત્યારે બેવડું જોણું જોવાનું હતું : વાદીની રમત અને બાળકો જોડે બાળક બનીને બેસી ગયેલી સંતુ.

‘અરરર ! આ છોકરીનો તો સાવ ઓટલો વળી ગ્યો. જરા ય ભાન છે ? આ ઝીણકાં ઝીણકાં છોકરાંવની ભેગી બેહી ગઈ છે...’

‘માથે રથ ફરી ગ્યા કેડ્યે હવે એને કાંઈ ભાન થોડું હોય ? સંતુને તો હવે ઓલ્યા ઓઘડિયાની ઘોડ્ય બીજું બાળપણ—’

અને કેમ જાણે એના નામોચ્ચારથી જ હાજર થતો હોય એમ ઓઘડિયો બીડીનાં ઠૂંઠાં વીણતો વીણતો આવી પહોંચ્યો અને—

‘લ્યો, આ સંભારતાં જ હાજર. સો વરહ જીવહે મુવો !’

‘તો તો ભૂંડે હાલ રખડી રઝળીને મરશે ! આવાં દખિયાં માણહનાં આયખાં ય કેમે ય કર્યાં ખૂટે નહિ. દુનિયાનું અચરજ