પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
લીલુડી ધરતી-૨
 

 કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. પણ એની વાસ્તવિકતા જરા વસમી હતી.

જોનારાંઓ તો હસતી, નાચતી કૂદતી સંતુને અવલોકી રહ્યાં એણે કાખમાં તેડેલી નમણી નાનકડી પુત્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યાં.

‘છોકરી છે તો મજાની દાણિયા જેવી રૂપાળી ને રૂપકડી—’

‘આંયાંકણે થાનકે કોણ મેલી ગ્યું હશે ?’

‘એનાં માબાપ કોણ હશે ?’

‘જે હોય એણે ડહાપણનું કામ કર્યું. પોતાની એબ ઢાંકવા સારુ આવી મરઘલી જેવી છોકરીને મારી નાખી હોત તો પાપનાં પોટલાં બાંધવાં પડત. આ મૂંગી છોકરી બચાડી થાનકે આવીને ઊગરી ગઈ—’

‘હા વળી ! નીકર ગળાટૂંપો દઈ દીધો હોત તો કોણ જોવા જાવાનું હતું ?’

‘બચાડાં માબાપનો જીવ નહિ હાલ્યો હોય એટલે સતીમાને આશરે જીવતી મેલી ગ્યાં ને સંતુનો ખાલી ખેાળો ય ભરાઈ ગ્યો.’

‘પણ આ પાપ કોનું ?’

‘હવે મેલો ને માથાકૂટ, મારા ભાઈ ! પાપ પકડવા જાવામાં માલ નથી. જેણે આ છોકરું આંયાંકણે મેલ્યું એણે પુન્યનું જ કામ કર્યું એમ ગણોની !’

જાણે કે આ જ વાક્યનો પડઘો આ જ સમયે ઠુમરની ખડકીમાં પણ પડી રહ્યો હતો. હાદા પટેલની સન્મુખ સાધુવેશધારી માંડણ બેઠો હતો અને કહી રહ્યો હતો :

‘મારે હાથે એક પુણ્યનું કામ થઈ ગયું, એમ જ ગણો ની ! આટઆટલાં પાપનું પ્રાછત થઈ ગયું. છોકરીને તો મારવા સારુ જ હાથિયે પાણે મેલી આવ્યાં’તાં. પણ ડાઘિયાને કાંઈક ગંધ્ય આવી કે કોણ જાણે શું ય ચમત્કાર થયો, તી ઈ વાહેંવાંહે પગલાં દબવતો