પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
લીલુડી ધરતી-૨
 

 ‘ને એનું સાચું નામ તો જડાવ છે, જડી તો એનું હુલામણું કર્યું છે—’

‘બસ તો, આપણી છોડીનું તો સાચું જ નામ જડી પાડી દિયો ! થાનકેથી જડી, એટલે સાચે જ જડી !’

એટલામાં તો, ગામમાં જાહેરાત કરીને વખતી પાછી વાડીએ આવી પહોંચી. એણે પણ આ સનાથ બનેલી અનાથ બાળકીના સૂચક નામકરણનું સમર્થન કર્યું.

‘સંતુને તો આ સતીમાને પરતાપે ખાલી ખોળો ભરાણો. એને તો દીકરો ગણો કે દીકરી, હંધું ય આ છોકરીમાં જ આવી ગ્યું. એને ઝાઝી કરીને આ દીકરી જડી કહેવાય, એટલે બવ રૂપકડું નામ પાડીએ તો છોકરું નજરાઈ જાય. એના કરતાં “જડી” જેવું જાડું–મોટું નામ જ રાખો, કે કોઈની નજરમાં ન આવે—’

ઠુમરની ખડકીમાં માંડણ આ નાટ્યાત્મક ઘટનાનો પૂર્વરંગ ૨જૂ કરતો હતો :

‘હું ખાખીની જમાત ભેગો તરણેતરને મેળે ગ્યો’તો. ભચડો વાદી એનાં ચમેલી–રતનિયાને લઈને મેળે રમવા આવ્યો’તો. એની ડુગડુગીનો અવાજ થોડો અજાણ્યો રિયે ? મેં મનમાં જાણી જ લીધું કે ડુગડુગી વગાડવાની આ હથોટી તો ભચડાની જ લાગે છે. ભજન મંડળી ઊઠ્યા પછી હું જોવા ગ્યો તો સાચે જ ભચડો એનાં ચમેલી–રતનિયાને રમાડતો’તો ને કાવડિયાં ઉઘરાવતો’તો. મેં એને બરક્યો, તો એણે કીધું કે ‘હું ય તને જ ગોતતો’તો... ને પછી તો એણે માંડીને સરખીથી હંધી ય વાત કરી. આંયાંકણે રમવા આવ્યો’તો ને ચમેલીને પેટીમાં પૂરી તંયે સંતુ કેવી બેભાન થઈ ગઈ, ને પછી ક્યાં ગઈ મારી ચમેલી, એમ કહીને કેવી ભચડાને ગળે પડી કે તું જ મારી છોકરીને ચોરી ગ્યો છો, તેં જ એને સંતાડી દીધી છે, ઈ હંધી ય વાત એણે કરી. ને વળી કીધું કે વખતીકાકી તારી વાટ જુએ છે... ભચડો આંયાંકણે ગામમાંથી રમીને નીકળ્યો તંયે