પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જડી ! જડી !
૨૬૯
 

 વખતીકાકીએ એને કાનમાં ફૂંક મારી હશે કે માંડણિયાને ક્યાંય ભાળ્ય તો કે’જે કે એક વાર મારે મોઢે થઈ જાય—’

***

વાડીએ હવે ‘જડી’ના નામકરણ અંગે ગામ આખાનો સાગમટે ને સર્વાનુમતે નિર્ણય થઈ ગયો એટલે ચર્ચા સંતુ ઉપરથી સતીમા તરફ વળી.

‘ઓહોહો ! સતીમાનાં સત તો જુવો, સત !’ વખતી કહેતી હતી. ‘મારી મા તો કોઈ કરતાં કોઈને ફળ્યા વિના રે’તાં નથી. આ સંતુએ સતીમાને છત્તર ચડાવવાની માનતા કરી’તી, તો એનું જણ્યું બગડી ગ્યા કેડ્યે ય ખાલી ખોળો ભરાઈ ગ્યો !’

‘સતીમાં તો સાચક છે, ને વળી હાજરાહજૂર ! રૂદામાં સાચી આસ્થા હોય એને તો મા તરતરત હોંકારો ભણે છે—’

‘હજી લગણ હાદા પટેલે જોયેલા જાર્યના એકે ય દાણા ખોટા પડ્યા સાંભળ્યા છે ?’

‘આનું નામ જ જાગતાં દેવ ! ગામને ટીંબે આવું દેવસ્થાન છે, તો આ દકાળ વરહમાં જેમ તેમ કરીને સહુ જીવી ગ્યાં. એક ઓલ્યા ઊંચે મોભારે ડુંગર ઉપર બેઠાં છે ઈ અંબામાની છાયા, ને બીજાં આ સતીમાનાં સત.... ઈ બેને પરતાપે ગામ જીવતું રિયું છે.’

***

માંડણ ખાટલે બેઠો બેઠો હાદા પટેલને સમજાવતો હતો :

‘સંતુનાં સત આપણને સહુને જિવાડશે, ને ઓલી છાણના કીડા જેવી ગભુડી નાનકીને ય જિવાડશે. સંતુની જેમ એને ય આ નવો અવતાર જ જડ્યો છે. ઈ મૂંગા જીવનાં અંજળપાણી આપણા ઘરનાં જ લખ્યાં હશે, કાકા ! ઈ જીવનાં પુણ્ય સંતુને ય ફળશે... એટલે જ હું મારાં ખેતરવાડી એને આપતો જાઉં છું. ના, સંતુને નહિ, ઓલી મૂંગી છોકરીને નામે આપતો જાઉં છું, કાકા ! આ