પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
 

 નાખ્યાં. આકાશમાં વાદળાં ઘેરાવા માંડ્યાં. જાણકારો નક્ષત્રો અને યુતિઓ જોવા લાગ્યા, ફરી ભડલીવાક્યો ઉચ્ચારાવા લાગ્યાં, અને વરસાદના દિનની અટકળો થવા લાગી. લોકોનાં હતાશ હૈયાં ફરી વાર પુલકિત થવા લાગ્યાં.

અને બરાબર ટાંકણે જ હાદા પટેલના ખાંડિયા – બાંડિયા બળદની જોડી તૂટી. બાંડિયો બળદ આકસ્મિક મૃત્યુ પામ્યો.

હાદા પટેલ વિમાસણમાં પડી ગયા.

*