લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
લીલુડી ધરતી-૨
 


અને અચરજ તો એ થયું કે જોગીની જમાત પણ ભજન લલકાર બંધ કરીને શેઢા પર ઊભી રહી ગઈ. એમાંથી એક જુવાન સાધુ કૂદીને ખેતરમાં પ્રવેશ્યો અને ઊજમ સન્મુખ આવી ઊભો. ભગવાંધારી અને જટાધારી માણસે પોતાની કશી ઓળખ આપવાની ય જરૂર ન રહી. એક ક્ષણ કે ક્ષણાર્ધ પૂરતી જ ‘મળી દૃષ્ટોદૃષ્ટ !’ અને બન્નેએ એકબીજાને ઓળખી લીધાં.

સંતુ જરા ક્ષોભ અનુભવતી ખમચાઈને દૂર ખસી ત્યાં તો આગંતુકે બળદની બાજુમાં સંતુને સ્થાને જોતરાઈ જઈને કહ્યું :

‘હાલો ઝટ, ઓરવા મંડો, મોડું થાશે.’

અંધારી અને વિચિત્ર ઘટનાથી હેબતાઈ ગયેલી સંતુ આંખ વડે જ ઊજમને મૂંગો પ્રશ્ન પૂછી રહી, ત્યાં તો ઊજમે જ, સ્ફોટ કરી દીધો :

‘સંતુ ! આ તો તારા જેઠ છે ! જરાક ઓરું ઓઢજે—’

*