પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
લીલુડી ધરતી-૨
 


કરે એ પહેલાં તો ઉશ્કેરાયેલાં અજવાળીકાકીનો જોરદાર ઢીંકો એના મોઢા ઉપર પડી ચૂક્યો હતો.

પણ ઉજળિયાત વરણના હાથનો ઢીંકો આ ખેડૂત સ્ત્રી ખાઈને બેસી રહે એ શેં બને ? હરખે પણ એટલા જ ઉશ્કેરાટથી હાથ ઉગામ્યો અને અજવાળાકાકીના કપાળ પર ઝીંકાયો.

અને અજવાળીકાકીની આંખ સામે લાલ−પીળા રંગો રમી રહ્યા. મુષ્ટિપ્રહાર કરતાં વાગ્પ્રહારમાં જ વધારે સલામતી છે એમ સમજતાં તેઓ કંપતે હોઠે ને ધ્રૂજતે અવાજે તૂટક તૂટક શબ્દો જ બોલતાં રહ્યાં :

‘હઠ રાંડ ગોલકી ?... અંત્યે જાત્ય ઉપર જ ગઈ... જેવી મા એવી જ એની છોડી... કડવે વેલે મીઠું તૂંબડું ક્યાંથી ઊતરે ?—’

હરખ પાસે અજવાળીકાકીને આંટે એવી ડંખલી ભાષા નહોતી પણ પોતાના બાહુબળ પર એ મુસ્તાક હતી. કડવાં વેણ અંગેનાં કડવાં ઝેર વેણનો વળતો જવાબ આપવા એણે ફરી મુક્કો ઉગામ્યો. પણ હરખના એક જ ધુંબા વડે લોથપોથ થઈ ગયેલાં ઊજળિયાત અજવાળીકાકી હવે વધારે ઢીંકાનાં ઘરાક નથી એમ સમજતાં અડખેપડખે ઊભેલી સ્ત્રીઓએ હરખનો ઉગામેલો હાથ ઝીલ્યો હતો :

‘હવે હાંઉ કરો, હાંઉ—’

‘એક જ શેરીનાં રે’વાવાળાં ઊઠીને વઢો મા—’

‘આજે શાવણિયા સોમવારે આવી ગાળ્યું ભેળ્યું દિયો છો તી શંકર ડાડો રૂઠશે તમારી ઉપર—’

સ્ત્રીઓને તો જોણું અને વગોણું બંને મળી રહ્યાં. હરખે આવેશમાં આવી જઈને અજવાળીકાકીની જડાવ વિષે જે ચોંકાવનારા સમાચાર જાહેર કરી દીધા હતા એ તો ગોબરની હત્યા કે સંતુના ‘ઓધાન’ કરતાં ય વધારે સનસનાટીપ્રેરક હતા. તેથી જ તો, ‘વઢો મા, વઢો મા,’ કરીને બંને પક્ષોને નોખા પાડતાં પાડતાં સ્ત્રીસમુદાય આ નવું રહસ્ય જાણી ગયા બદલ મનમાં ને મનમાં