પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
લીલુડી ધરતી-૨
 


ઉપર એક વધારે આગળિયો વાસ્યો, ને નવેળામાં જઈને ભયભીત અવાજે ધીમેથી સાદ કર્યો :

‘ઝમકુવવ ! એ...ય ઝમકુવવ ! આ ગોકીરો શેનો થ્યો ? ખમીસો બારવટિયો તો ગામમાં નથી ગર્યો ને ?’

નવેળાની પદ્ધતિના જાળિયામાંથી ઝમકુએ એથી ય અદકા ભયભીત અવાજે જવાબ આપ્યો :

‘ના ના; આ તો કિયે છ કે રઘાબાપાને ને એના ગિરજાને કો’ક મારે છે. અંબામાની હોટલમાં લાકડિયું ઊડે છે ને સોડાની બાટલિયું ફૂટે છે.’


*