પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
લીલુડી ધરતી-૨
 


ઊભાં તમાશો નિહાળનારાંઓ હવે આગળ આવ્યાં હતાં.

હૉટેલના આંગણામાં જાણે કે હુતાસણી પેટવવા માટે બળતણ ખડકી રાખ્યું હોય એમ ભાંગેલ ખુરશી, બાંકડા, ટેબલ, દેવદેવીની છબીઓ, ભાંગેલી સોડા–બાટલીઓના કાચની કરચો, અરીસાના ટુકડા, નીતિવાક્યો અને બોધવચનો આલેખતાં પાટિયાં, જિનતાનનું વર્ષોજૂનું કેલેન્ડર, કાચનાં તથા પિત્તળનાં કપરકાબી વગેરેનો ડુંગર ઊભો થયો હતો. હૉટેલના બારસાખ ઉપર ટિંગાતું ‘અંબાભવાની’ના નામવાળું પાટિયું પણ પદભ્રષ્ટ થઈને નીચે પડ્યું હતું. બાજુમાં ડાઘિયો કૂતરો વ્યગ્ર અવાજે ભસી રહ્યો હતો.

અંદર તખતેતાઉસ જેવા થડા ઉપર ૨ઘો ઘવાયેલા સિંહ જેવી લાચારીથી પડ્યો પડ્યો હાંફતો હતો. એના કપાળ પર થયેલી લોહીની ફૂટ પર છનિયો હળદર ભરતો હતો. બાજુના બાંકડા પર મૂઢ માર ખાધેલો ગિરજાપ્રસાદ પડ્યો પડ્યો કણસતો હતો. હૉટેલની વચ્ચોવચ્ચ ભાંગી ગયેલી જબરસ્ત નાંદનાં ઠીકરાંનાં ઠીબડાં રઘાના ભગ્ન જીવનનાં પ્રતીક સમાં વેરણછેરણ પડ્યાં હતાં. જમીન પર, નાંદના પાણી પર ઊધાં વળેલાં દૂધનાં બોઘરણાંઓએ કચકણ કરી મેલ્યું હતું...

‘કોણે આ બુકરડો બેલાવી દીધો ?’

‘કોણ હતાં આ માથાંનાં ફરેલાં ?’

રઘાને તો કશો ઉત્તર આપવાના હોશ રહ્યા નહોતા, પણ છનિયાએ ખુલાસો કર્યો :

‘રામભરોંસેવાળા—’

સહુને સમજાઈ ગયું, હરીફ હૉટેલવાળાઓએ અંબાભવાનીની આ હોનારત કરી નાખી હતી. ભભકેદાર દોરદમામ ધરાવનાર રામભરોંસે સમક્ષ સાવ રાંક લાગતી આ હૉટેલનું એક પણ રાચરચીલું સાજું રહેવા નહોતું પામ્યું. શવા કુંભારના હાથના ઘડેલા ગામની જ ધૂળખાણની ચીકણી ગૂંદ જેવી માટીના મજબૂત ચૂલાના ટુકડે-