પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
લીલુડી ધરતી-૨
 


બાપ પંચાણભાભો અગાઉ અફીણની કાંકરી વિના ટાંટિયા ઘસતો એને હવે ઠગડકસૂંબા જોડે ભરપેટ અમલ મળતો હતો. જીવા ઉપર પણ હવે ઠકરાણાંના ચાર હાથ છે એમ બે આંખવાળાં સહુ લોકો કહેતાં હતાં. રઘા પ્રત્યેની નફરત અને જીવા પરની અમી નજરનું સમજુબાનું આ ભેદી વલણ આજ સુધી કોઈને સમજાયું નહોતું.

આમ ખીલાને જોરે કૂદી રહેલા વાછડાસમો જીવો થોડા સમયમાં તો ફાટીને ધુમાડે ગયો. ‘રામભરોંસે’ શરૂ થયા પછી આમે ય જીવો રઘા પ્રત્યે અને ‘અંબાભવાની’ પ્રત્યે દાઝે બળતો હતો. પોતાની હૉટેલની ભભકાભરી રોનકને કારણે એ રઘાની ઘરાકી સારા પ્રમાણમાં તોડી શક્યો હતો. ‘સંતુ રંગીલી’ જેવી હવે તો જુનવાણી થઈ ગયેલી ‘તાવડીઓ’ની સામે ‘રામભરોંસે’ નો રેડિયો જબરું આકર્ષણ જમાવી શક્યો હતો.

જેરામ મિસ્ત્રીએ આ નવી હૉટેલમાં ય કરેલી સાજસજાવટ સમક્ષ ‘અંબાભવાની’નું રાચરચીલું તો સાવ ભંગાર લાગતું હતું. છતાં એ ભંગાર હૉટલમાં ય કેટલાક ઘરડાબુઢ્ઢાઓ કંઈક જૂની વફાદારીથી અને કંઈક આદતના જોરે જૂના સ્થળને વળગી રહ્યા હતા, એ જીવાની આંખમાં કાચની જેમ ખટકતું હતું. એ કણી દૂર કરવાનો યોગ્ય લાગ એ ઘણાં દિવસથી શોધતો હતો, એવામાં ગોબરની હત્યાએ એને સોનેરી તક પૂરી પાડી દીધી...

વાત એમ બનેલી કે ઓઝતની મઘરપાટમાં સંધ્યાસ્નાન કરી રહેલો રઘો સંતુને મોઢેથી ગોબરની હત્યાના સમાચાર સાંભળીને ભીનું પંચિયું હવામાં સૂકવતો સૂકવતો સીધો ઠુમરની વાડીએ દોડી ગયેલો અને કોસ વડે સિંચાઈને બહાર આવેલ ગોબરનો છિન્નભિન્ન દેહ જોતાં જ એણે માંડણને ધડ ધડ ધડ કરતા તમાચા ચોડી દીધેલા. ગોબરની કમકમાં પ્રેરતી હત્યા અંગેના રઘાના પ્રત્યાઘાતનો એ સ્વાભાવિક આવિષ્કાર હતો. ભૂદેવનો એ પુણ્યપ્રકોપ જોઈને વાડીએ એકઠાં થયેલાં સહુ લોકોને નવાઈ લાગેલી. આજ સુધી માંડણના