પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું જીવતર લાજે !
૪૧
 

 ચડાવદેવ તરીકે જ કામ કરતા રઘાને આ તે શું સૂઝ્યું કે ધડોધડ લપડાકો ચોડી દીધી ? પણ એનો ખુલાસે તો ખુદ રઘો પણ આપી શકે એમ નહોતો. આટલાં વર્ષ સુધી એણે સંતુની પજવણીમાં શાદૂળને આડકતરો સાથ આપ્યો હતો; માંડણને એણે ગોબર સામે ભૂરાયો કર્યો હતો; ઠકરાણાંની રહેમ નજર તળે જીવતા આ માણસને શાદૂળની ખુશામતમાં પોતાનું હિત દેખાતું હતું. પણ જીવા ખવાસે ખૂટામણ કર્યું, શાદૂળને જનમટીપ મળી અને અમથી સુથારણ જીવતી હોવાની વાત જાણ્યા પછી ઠકરાણાંની રહેમ નજર ખફા નજરમાં પલટાઈ ગઈ ત્યારથી રઘાના માનસવહેણે પણ નવો પલટો લીધો હતો. અમથીના અપ્તરંગી જીવનવહેણને યાદ કરતાં એના પોતાના જ હૃદયનાં રસાયણો બદલાઈ ગયાં હતા. એના કાળમીંઢ હૃદયને તોડીફોડીને ક્યાંકથી વાત્સલ્ય-ઝરણું ફૂટી નીકળ્યું હતું. એને પરિણામે એણે ગિરજાપરસાદને દત્તક લઈને પોતાનું નામલેણું રાખેલું. અત્યાર સુધી રૂક્ષ એકાકી જીવન જીવી રહેલા આ વૃદ્ધને હવે જીવન ભર્યું ભર્યું લાગવા માંડેલું. પોતાની આજુબાજુનાં જીવનવહેણો પ્રત્યેનો એનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયેલો. એના જરઠ જિગરમાં સર્વ જીવો પ્રત્યેની સહાનુકમ્પાની કોઈક અંત:સ્રોતા સરવાણી ફૂટી નીકળેલી. એ સહાનુકમ્પાથી પ્રેરાઈને જ તો એનું હૃદય સંતુ પ્રત્યે દ્રવી ઊઠેલું. ગોબરનો મૃતદેહ જોઈને એનું અંતર કકળી ઊઠતાં જ એણે હત્યારા માંડણને માર મારેલો.

માંડણે દારૂના નશામાં રઘાને સામી ભૂંડી ગાળો સંભળાવેલી ત્યારે રઘાએ ખીજમાં ને ખીજમાં એને પાટુ મારીને પોતાનો સઘળો રોષ ઠાલવેલો.

‘હત સાલા નુઘરા !... જેનું ખાધું એનું જ ખોદ્યું તેં તો !... આટઆટલા ગણ ઉપર અંતે અવગણ કર્યો ને ?..અંત્યે તારી જાત્ય ઉપર જ ગ્યો !... ભૂંડા ચોરને ભલાં શકન ક્યાંથી સદે !....’

જીવા ખવાસના મળતિયાએ રઘાની આ એકેએક ઉક્તિની