પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
લીલુડી ધરતી-૨
 

 નષ્ટ કરી નાખવાની વાતથી તો ખુદ સમજુબા જ ગભરાઈ ગયાં.

‘ના ના, ભૂંહી નાખવાની તો વાત જ કરજે મા, રૂપલીને ભૂંહી નાખી એનો હોબાળો તો હજી બેઠો નથી. રઘલાનો તો આ ગામમાંથી ટાંટિયો કાઢ્ય એટલે હાંઉં... કાલ્ય સવારે દરબારની આંખ્ય વીંચાય તંયે રઘલો જરાક આઘેરો હોય તો સુધ્ધુ સારું.’

‘ભલે, બા !’ કહીને જીવો મૂંગો મૂંગો થઈ ગયો. તખુભા બાપુના ભાવિ મૃત્યુ માટે સમજુબાએ યોજેલા સિફતભર્યા વ્યૂહનો ખ્યાલ આવતાં જીવો મનમાં ને મનમાં મલકાઈ રહ્યો.

‘રઘાને આપણી ખીજડિયાળી વાડીની ગંધ તો નથી આવી ગઈ ને ?’

‘રઘલાને શું, રઘલાના ડોહાના ડોહાને ય ગંધ આવે એમ નથી. પાછલી રાત્યના ટાઢા પૉ’ર સિવાય હું એાજારને અડતો જ નથી ને !’

‘તો ઠીક !’ કહીને સમજુબા ચૂપ થઈ ગયાં.

એજન્સી પોલીસે સાણસા ભીડાવ્યા ત્યારે ઈન્સપેક્ટરને રાજી કરવા ને જીવાને રીઝવવા માટે દરબારને જે ખેતરવાડી રાતોરાત ગિધાને ઘેરે ગિરવવાં પડેલાં હતાં, એ જીવાના પુનરાગમન પછી સમજુબાએ થોડા જ સમયમાં ઝમકુના ભાઈ દામજીને મુદ્દલ સાથે વ્યાજ સુદ્ધાં ચૂકવી આપીને છોડાવી લીધાં હતાં. વર્ષોથી કડકીમાં દિનગુજારો કરતા દરબાર પાસે આવડી મોટી રકમ એકસામટી આવી ક્યાંથી એ કેટલાક લોકો માટે કુતૂહલનો વિષય બની રહેલ. પણ લોકોના એવા કુતૂહલની આ કાઠિયાણીને પરવા નહોતી, એણે તો એ વાડીખેતર બંને જીવા ખવાસને જ ખેડવાને બહાને સોંપી દીધાં હતાં. એ ખેતરવાડીના ગેબી વાતાવરણમાં અદમ્ય મહત્વાકાંક્ષી આ ભારાડી સ્ત્રીએ એક ભેદી પ્રવૃત્તિ શરૂ કરી હતી.

રઘાના હૃદયમાં હમણાં હમણાં જે સુભગ પરિવર્તન થઈ રહ્યું હતું એનાથી સાવ વિપરીત પ્રક્રિયા સમજુબાના ચિત્તમાં ચાલી