પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું જીવતર લાજે !
૪૫
 

 રહી હતી. રઘાની કઠોર અને શુષ્ક હૃદયસૃષ્ટિ જ્યારે ગિરજાપ્રસાદના આગમનથી પ્રેમઝરણાં વડે પ્લાવિત થઈ રહી હતી ત્યારે સમજુબાનું સ્નેહઝરણું શાદૂળની જનમટીમ પછી સુકાવા લાગ્યું હતું. દિવસે દિવસે એમની મુખમુદ્રા રુક્ષ બનતી જતી હતી, એમના હૃદયનો નૈસર્ગિક વાત્સલ્યભાવ પ્રચ્છન્નપણે વૈરભાવમાં પલટાઈ રહ્યો હતો. જે સમાજમાં પોતાને સાચા માતૃત્વથી વંચિત રહેવું પડેલું, પોતાની પુત્રેષણા સંતોષવા માટે છળકપટ આચરવું પડેલું, એ સમાજ ઉપર વેર લેવાનું એક દુર્દમ્ય ઝનૂન એમનામાં ઉભરાઈ રહ્યું હતું,

આ ઝનૂનથી પ્રેરાઈને જ તો એમણે જીવાને આદેશ આપ્યો :

‘મારા મારગમાંથી રઘલાનો કાંટો કાઢ્ય !’

‘કાઢી નાખું... તમારા કીધા ભેગો જ કાઢી નાખું !’

‘માંડણિયાનો કેસ કે’દિ હાલવાનો છે ?’

‘અજવાળી તીજની તારીખ પડી છે’

‘તે દિ રઘલો શાપર જવાનો છે ?’

‘પંચનો સાક્ષી થ્યો છ, એટલે ગ્યા વિના છૂટકો થોડો છે ?’

‘એને શાપર જાતો રોક્ય, જીવા ! ગમે ઈમ કર્ય, પણ રઘલાને શાપર જાતો રોક્ય !’

‘ભલે, બા !’

 ***

સમજુબાને મોઢેથી આદેશ લઈને આવેલા જીવાએ ‘ઘા ભેગો ઘસરકો’ કરી લેવાનો દાવ યોજ્યો. ઠકરાણાં પણ પ્રસન્ન થાય અને ગામમાંથી પોતાનો એકમાત્ર હરીફ પણ નષ્ટ થાય એવી એણે યોજના કરી. એક વેળાના આ બંને મળતિયાઓ હવે સામસામી છાવણીમાં મોરચા બાંધીને બેઠા હતા. સંતુની સતામણી માટે અને શાદૂળની સલામતી માટે ભૂતકાળમાં જીવાએ જ સૂચવેલું, દાવ આવ્યે સોગઠી