પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવનો ફેરો ફળ્યો
૬૩
 


જુસ્બો સમજે કે ન સમજે એની રઘાને બહુ પરવા પણ નહોતી. એ તો, પોતાના જ અંતરાત્મા જોડે એકાકાર થઈને કોઈક પરમ પરિતોષને વાચા આપી રહ્યો હતો :

‘જુસ્બા ! મારું જીવતર તો લેખે લાગી ગયું. પણ હવે મારગમાં મને કોઈ મારી નાખે તો મારું મરણું ય લેખે લાગી જાય...’

રઘાની એક એક ઉક્તિ જુસબ માટે વધારે ને વધારે વિસ્મયકા૨ક હતી.

‘સંતુ તો ધરતીમાતાની દીકરી સીતા સમોવડી... ઈને માથે ધણીની હત્યાનું હડહડતું આળ આવે ઈ મારાથી કેમ ખમાય ?... હા...શ ! આજે જુબાની આપીને મારો હૈયાભાર ઉતાર્યો, ભાઈ જુસબ ! શાદૂળિયો આપણી સંતુની ચેષ્ટારી કરતો, તંયે હું એને પાનો ચડાવતો’તો. ઈનો ડંખ હવે રહી રહીને મને કાળજેથી કોરી ખાતો’તો. આજે ઈ પાપનું પ્રાછત કરી આવીને હું હળવો ફૂલ થઈ ગયો છું... હવે ભલેની જીવલો મને ઝાટકે દિયે... હું ઉંકારો ય કરું તો કે’જે !...

નીરવ અંધકારમાં એક ખખડભડ અવાજ કરતો આગળ વધતો હતો, અને રઘાનું આત્મશોધન આગળ ચાલતું હતું. એકાએક એણે જુસબને પૂછ્યું :

‘ભાઈ જુસબ ! તને સતીમાની માનતા ફળી'તી ને ?’

‘હં...ક...ને, સતીમાનું સત્તર માન્યું, ને ઘેરે દીકરાની ખોટ પુરાણી—’

‘મને ય સતીમાએ દીકરાની ખોટ પૂરી છે.’ રઘાએ કહ્યું. સતીમાને પરતાપે મને ગિરજો જડ્યો...’

આવા અસંબદ્ધ વાર્તાલાપનો શો ઉદ્દેશ હશે એ જુસબ વિચારી રહ્યો હતો ત્યાં જ રઘાએ આગળ ચલાવ્યું :

‘સતીમા તો હાજરાહાજૂર છે, હો જુસબ ! મારા તારા જેવા એની માનતા માને, ને આપણાં મનની માંયલી મનેખા ફળે છે, એનું