પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
લીલુડી ધરતી–ર
 


‘કોણ હશે ઈ !’

‘અંધારામાં મોઢું તો કળાયું નઈં—’

‘સંતુ તો નહિ હોય ને ?’

‘હોયે ય ખરી ! અટાણે ગામ આખામાં દખિયારી ઈ એકલી જ છે—’

‘રાતવરતનો કૂવો પૂરવા આવી હશે ?’ રઘાને શંકા ગઈ. ‘ને આપણા એકાનો ખખડાટ સાંભળીને ભાગી ગઈ હશે ?’

‘અલ્લા જાણે !’

‘એલા બળદને બડીકો માર્ય ને ઝટ દઈને આંબી લે. જોયીં તો ખબર્ય પડે, ઈ દખિયારી કોણ હતી—’

‘હવે નો અંબાય.’ જુસબે કહ્યું. ‘ઈ તો વાજોવાજ વે’તી થઈ ગઈ.’

‘પણ ઝાંપામાં તો ઈ ધીમી પડશે ને ?’

‘ના ના; ઈ તો ઝાંપેથી હાલવાને માટે હડમાનની દે’રી પછવાડેથી મેલડીમાનું થાનક ઠેકીને ગામમાં ગરી ગઈ—’

‘તો તો સાચે જ કો’ક દખિયારી હશે. આપણો એકો ભાળીને ભડકી ગઈ—’

‘એક જીવની હત્યા થાતી રૈ ગઈ—’ જુસબે કહ્યું.

‘કોને ખબર્ય !’ ‘અંબાભવાની’ના આંગણામાં એકામાંથી ઊતરતાં રઘાએ મણ એકનો નિસાસો નાખ્યો અને પછી જુસબાને કહ્યું :

‘હવે તો તારા પેટમાં ફૈડકો હેઠો બેઠો ને ?... જા હવે નિરાંતે ઊંઘજે... જરા ય ઉચાટ વિના ઊંઘજે—’

જીવા ખવાસની જફામાંથી હેમખેમ ઊગરી ગયેલો જુસબ તો એ રાતે નિરાંતે ઊંઘ્યો. રઘો પોતે પણ લાંબી મજલનો થાક્યોપાક્યો ઘસઘસાટ ઊંઘી ગયો. પોતે જિંદગીનું એક કરવા જેવું કામ કરી આવ્યો હોવાના સંતોષથી વધારે નિરાંતે ઊંઘ્યો. આખું ગામ નિરાંતે નસકોરાં બોલાવતું હતું ત્યારે ત્રણ વ્યકિતઓની