પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેલડીનો કોપ
૭૩
 

 ‘ના રે ! બાએ તણ્ય તાળી દીધી પછી શેનો બી જાઉં ?’ જીવો બોલવા ખાતર બોલી તો ગયો, પણ અશ્વારૂઢ થયેલાં ઠકરાણાંનો નખશિખ પુરુષવેશ જોઈને એ હેબત તો ખાઈ જ ગયો હતો. આ ગુપ્ત મુલાકાત માટે સૂંડલે ભરાય એવડા અંબોડાને સમજુબાએ ફેંટામાં છુપાવ્યો હતો અને મોઢાનો અણસાર કોઈ ઓળખી ન જાય એ માટે બોકાની બાંધી હતી.

‘અટાણે અહૂરું કાંઈ કામ પડ્યું બા ?’ જીવાએ પૂછ્યું.

‘તને બરકવા આવી છું.’

‘હજી સુવાણ્ય નથી થઈ ?’

‘થઈ ગઈ. સંચોડી કાયમની સુવાણ્ય થઈ ગઈ.’

‘હેં ?’

‘હા. બીજો ઝોબો પાછો વળ્યો જ નહિ, ને આંખ્યના ડોળા ઠરડાઈ ગ્યા.’

‘અરે રામ રામ રામ !...’

‘રામ રામ પછેં કરજે. અટાણે તો ઝટ ડેલીએ હાલ્ય—’

‘તમે વે’તાં થાવ. હું વાંહોવાંહ પૂગ્યો જાણો—’

એક અક્ષર પણ વધારે બોલ્યા વિના સમજુબાએ જાતવંત ઘોડીને રાંગમાં લીધી.

જીવો અંધારામાં ઊભો ઊભો આ આધેડ ગરાસણીની અસવારીની છટા અહોભાવથી નિરખી રહ્યો.

ઠકરાણાંએ તેજીલી ઘોડીને એડી લગાવી અને ઘોડી તથા ઘોડેસવાર બંને અંધારામાં ઓગળી ગયાં.

અણધાર્યા સમાચારથી ઘડીભર સ્તબ્ધ બની ગયેલ જીવો દૂર દૂરથી સંભળાતા ઘોડીના ડાબલા સાંભળી રહ્યો.

 ***

સવાર પડતાં તો ગામનાં માણસોએ એક અચરજ અનુભવ્યું. ચાના ગારાડી ગણાતા બંધાણીઓ રામભરોંસેને આંગણે પહોંચ્યા