લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેલડીનો કોપ
૭૫
 

 થોડા લોકોએ જીવા પ્રત્યે દિલસોજી દાખવી તો કોઈએ એનું ટીખળ પણ કર્યું.

‘અરેરે ! બચાડાનો એકને એક બાપ હાલી નીકળ્યો ! જીવો સાવ ન-બાપો થઈ ગ્યો !’

‘એલા, બવ ચાવળો થા મા; જીવોભાઈ સાંભળી જાશે તો ઝાટકે દેશે.’

ઘડીભર તો આ લોકની ચાની તલપ પણ શમી ગઈ અને આ અણધાર્યા મૃત્યુની નુક્તેચિની જ ચાલી રહી.

‘પણ આ પંચાણભાભો સાવ એચિંતો જ કેમ કરતાં આંખ્ય વિંચી ગ્યો ? કાંઈ રોગબોગ કે મંદવાડ તો સાંભળ્યો નો'તો !’

‘ગઢપણ ઈ જ મોટો મંદવાડ; બીજું શું ? અમલની કાંકરી લેતાં લેતાં આંખ્ય વિંચાઈ ગઈ હશે.’

‘ભાર્યે કરી પંચાણભાભે તો ! આ દુકાળ વરહમાં જીવાભાઈ માથે દાડાપાણીના લાડવાનું ખરચ આવી પડ્યું.’

‘એલાવ, લાડવા જમવાનો લોભ હોય તો હાલો અટાણે આભડવા—’

હવે વલ્લભે કહ્યું: ‘આભડવા જવા જેવું રિયું જ નથી. ભાભો તો મધરાતના ઊકલી ગ્યા’તા, એટલે મળહકામાં જ મહાણે લઈ ગ્યા છ. અટાણે તો ટાઢી થાતી હશે.’

‘મળહકામાં મહાણે લઈ ગ્યા’તા ?’ એક સંશયાત્માએ સવાલ કર્યો. ‘પ્રાણપોકનો સાદ તો જરા ય સંભળાણો નો’તો. રામ બોલોનો કે કોઈના રોવાનો સાદ મુદ્દલ સંભળાણો જ નઈં ને !’

‘હવે આવાં ગલઢાં માવતર મરે એમાં વળી રોવા બેહાતું હશે ? પંચાણભાભો તો જીવાના હાથમાં સંઘરાઈને નસીબદાર થઈ ગ્યો, નસીબદાર !’

જોતજોતામાં તો રામભરોંસેના આંગણામાં ખાસ્સું ટોળું જામી ગયું. સૂરજ ઊંચો ચડતો ગયો તેમ તેમ ચાના બંધાણીઓની