લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેલડીનો કોપ
૭૯
 


યે કોપી છે.’

‘મેલડી કોપી ? માર્યા !’ સાંભળનારાઓનાં પેટમાં ફાળ પડી.

‘અને ઈ મેલડીનું મોઢું ગુંદાહરની દક્ષ્યમાં છે.’ બાવાએ એક વધારે વિગત આપી.

‘તો તો આખા ગામ ઉપર ભો ?’

‘ના, આખા ગામ ઉપર નહિ. પૂછ ને મૂછ ઉપર ભાર—’

આખા ટોળામાં ભયભીત ગણગણાટ શરૂ થઈ ગયો : ‘પૂછ ને મૂછ ઉપર ભાર... પૂછ ને મૂછ ઉપર ભાર—’

ભાણા ખોજાએ કહ્યું : ‘એક મૂછ્ તો આજે સવારમાં જ ઊકલી ગઈ. પંચાણભાભા ઉપર તો ઘાત્ય આવી ય ગઈ—’

બાવાજીએ પૂછ્યું : ‘પંચાણભાભો મરી ગયો ?’

બાવાજી જરા વિચારમાં પડી ગયા. ફરી પૂછ્યું : ‘આજે જ મરી ગયો ?’

‘હજી તો તેની ચિતાની ટાઢી થાતી હશે.’

ફરી વિચાર કરીને બાવાજી ઓચર્યા : ‘પંચાણભાભો તો પંચકમાં મર્યો. હવે એકથી નહિ પતે. ‘પ’ નામવાળાં પાંચને મરવું પડશે. પૂછ ને મૂછ ઉપર ભાર છે; મારી મા મેલડી કોપી છે.’

‘૫’ નામધારી પાંચ માણસોએ આ પંચકમાં મરવું પડશે એવી આગાહીએ લોકોને વધારે ગભરાવ્યાં.

‘પાંચા પટેલનું હવે આવી બન્યું.’

‘ને પરમાણંદ ડોહો ય શું હવે જીવતો રેવાનો ?’

‘ને પરભો ભામણ હમણાં સાજોમાંદો રિયે છે, એણે ય પણ ચેતવા જેવું.’

‘ઓલી પૂંજી ઢેઢડી મરશે તો શેરીમાં સંજવારી કોણ કાઢશે ?’

પંચકમાં થનારાં પાંચ મૃત્યુનો ‘ક્વોટા’ નક્કી કરી આપ્યા ૫છી પણ મેલડીના કોપથી લોકો કમ્પી રહ્યાં. મૂછ પરના ભયમાંથી