પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પત્ર ૨
૧૯મી માર્ચ ૧૮૮૫
 

-આપનો નવરાશનો વખત આવા અમૂલ્ય કાર્યોથી નિર્મ્યો એથી ઘણો આનદ થાય છે. વળી

(સોરઠો)

જાહિ જાહિ પે પ્યાર, તાકો સબ પ્યારો લગે
સજ્જન કેરી ગાર, અમૃતસે મીથી લગે
 


એવું છે એટલે 'પ્રિયંવદા' ઉપર સવિશેષ પ્રેમ ઉપજે એમાં શી નવાઈ ?-

♣♣


પત્ર ૩
૩૧-૩-૧૮૮૫
 

શું કરું મારા એ ઘેર નથી એટલે આપ અમારે ત્યાં આવો નહિં, બાકી એવી તો કવિતાની ગમ્મત ઉડાવત. હું ઘણી દિલગીર છું કે આપ અહિં પધારશો તેવે સમયે મારાથી કંઈ આગતાસ્વાગતા બનશે નહિ. વળી એ કહી ગયા છે કે 'મણિભાઈ આવે તો એકવાર આપણે ઘેર નિમંત્રણ કરજે.' મારા ઘરમાં મણિબા હું ને આપ જો ઉપરની વાત માન્ય કરો તો પ્રસાદ લઈએ. પણ આપ માનવા જ કઠિણ છો એટલું કહેવું એ વ્યર્થ જ. હશે, દર્શન થશે એટલુંએ ક્યાથી ?

♣♣