પૃષ્ઠ:Mabapone.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
 


ફાંફાં મારતો યુવાન એ ગઈ કાલનું હડધૂત થયેલ, જ્યાં ત્યાં ફેંકાયેલ, જેમ-તેમ કેળવાયેલ બાળક છે ! યુવાન આજે જેવો છે તેવો ગઈ કાલે તે બાળક હતો.

આજના યુવાનને માથે કોઈએ દોષ નથી મૂકવાનો. દોષ તેને માથે મૂકવાનો છે કે જેઓએ બાળકોને કનડ્યાં છે, જેમની વધતી શક્તિને રોકી છે, જેમની કલ્પના અને ક્રિયાના વિકાસમાં પથરાઓ નાખ્યા છે. જેઓ પોતાના જ ટૂંકા અને શુદ્ર સ્વાર્થમાં અને જીવનની ગડમથલમાં રોકાઈ બાળકને સમજ્યા નહિ, તેઓ જ આજના પાંગળા યૌવનના, નિઃસત્ત્વ અને નિર્વીર્ય યુવકના ઘડનારા હતા; અને તેથી જ આજના યુવાનોના તેઓ દ્રોહી છે ! તેઓ યુવાવસ્થામાં યૌવનને માણવામાં બાળઉછેરને ભૂલી ગયા. તેઓને યૌવનના કાવ્યમાં બાળકનું ભવ્ય કાવ્ય સમજાયું નહિ, અને તેમણે તે સાંભળ્યું પણ નહિ. તેઓએ બાળકને નહિ પણ તેની માતાને વિકસાવવામાં શક્તિ ખર્ચી નાખી; તેની સામે જોવામાં બાળક તરફ જોવાનું ભૂલી ગયા. તેમણે આજના યુવકોની આપણને ભેટ આપી છે, અને આજના યુવકો સંબંધેના જટિલ પ્રશ્નો માટે આપણે તેમના જ આભારી છીએ. તેમણે બાળકોની દરકાર રાખી હોત તો ? તેમણે યુવાનીનાં સુખો ભોગવતાં પણ બાળકના સુખની ખોજ કરી હોત તો ? તેઓ પોતાનાં સુખોનું બલિદાન આપી બાળકોના સુખ માટે ખપી ગયા હોત તો ? તો તો દુનિયા ક્યારનીયે સ્વર્ગ જેવી સુખમય બની હોત, અને બાળઉછેર કે યુવાનનો એક પણ પ્રશ્ન ન રહેત.

પણ એ બધું તો બની ગયું. કોને ઠપકો દેવો અને કોને ન દેવો ? સવાલ તો એ છે કે હવે શું કરવું ? ક્યાંથી શરૂ કરવું ? કોણે શરૂ કરવું ?

હું કહીશ કે બાળકોથી જ શરૂ કરવું. બાળઉછેરથી જ