પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૯૩
 

નથી પણ પાતળાં ને મલમલ જેવાં બારીક જોઈએ, અને જેમ બને તેમ સાદાં અને સ્વચ્છ જોઈએ. વળી કીમતી ચોળી કે ઓઢણી હોય તો તે વખતોવખત ધોઈ શકાય નહિ; તેથી તે મેલી થાય તો પણ પહેરવી પડે છે. આવાં મેલાં કપડાં કાંઈ કીમતી કહેવાય નહિ; તે સુંદર પણ લાગે નહિ. અને મથરાવટી પડેલી મેલી ગંદી ચૂંદડી ભલે રેશમી હોય, તો પણ તેમાંનો મેલ અને જંતુઓ બાળકોને માથામાં દરદ પેદા કરે છે, તેમની તંદુરસ્તીને બગાડે છે.

કેટલાંક બૈરાં પોતાનાં બાળકો બીજાની નજરે સુંદર અને સારા કીમતી પોશાકવાળો દેખાય એવું ઇચ્છીને તેમને કીમતી તેમ જ વધારે લૂગડાં પહેરાવે છે. પણ બીજાને રૂપાળાં દેખાડવા માટે આપણાં બાળકો નથી. માટે બાળકને લાયકનો, તેમને ફાવે તેવો, અને તેમને ઋતુએ ઋતુમાં શીજે તેવો વેશ રાખવો જોઈએ.

: ૩ :
બાળકોની સ્વચ્છતા

બીજી વાત બાળકોની સ્વચ્છતા વિષે મારે તમને કહેવાની છે. આપણો દેશ આજે દંભી થઈ ગયો છે. તમારે કોઈ વાર નાતમાં જમવા જવું હોય, બહેનપણીને મળવા જવું હોય, બાલમંદિરની મુલાકાતે આવવું હોય કે સભામાં ભાષણ સાંભળવા માટે જવું હોય ત્યારે તમે બધાં સાફ થઈને આવો છો અને જો એટલી ટેવ છે તો તે તમારા પૂરતી જ છે, બીજાને માટે નહિ. પણ સ્વચ્છતાનો સવાલ તો હંમેશ માટેનો અને હરઘડીનો છે. પરમેશ્વરે આપેલા શરીરને આપણે હંમેશાં સાફ રાખીએ નહિ તો આપણે તેના ગુન્હેગાર થઈએ છીએ. બાળકને કાયમ સાફસૂફ રાખવામાં આપણો ધર્મ તેમ જ સ્વાર્થ બંને છે. તેને જો સ્વચ્છ ન રાખીએ તો તે માંદું પડે; તેને સ્વચ્છ રાખવાથી નીરોગી રહે એમાં