પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમંતોને
૧૦૫
 


: ૧ :

મારી પહેલી સૂચના એ છે કે બાળકોને નોકરોની ગુલામીમાંથી મુક્ત કરવાં; એટલે કે બાળકોને માટે નોકરો રાખો નહિ, પણ બાળકોના વિકાસમાં જરૂર પડે ત્યારે તેમને મદદ કરે તે માટે નોકરો રાખો. બાળકોને માબાપો જાતે આખો દહાડો સંભાળી શકે નહિ માટે નોકરો ભલે રખાય, પણ નોકરે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે તેને સમજાવી દેવું જોઈએ. નોકર ખાસ વિદ્વાન કે કાબેલ હોવાની જરૂર નથી, પણ તેને બરોબર ઠસી જવું જોઈએ કે તેનાથી અમુક બાબતો થઈ જ શકે નહિ. જે બાબતો નોકરોથી ન થઈ શકે અથવા તો જે બાબતો નોકરે કરવી નહિ તે નીચે પ્રમાણે ગણાવી શકાય ?

૧. નોકરથી બાળકને મરાય નહિ.
૨. નોકરથી બાળકને ધમકી અપાય નહિ.
૩. નોકરથી બાળક સાંભળે તે રીતે હલકી ભાષા બોલાય નહિ.
૪. નોકરથી બાળકને અપમાન ભરેલા શબ્દોથી બોલાવાય નહિ.
૫. નોકરથી બાળકની ખોટી અર્થ વિનાની ખુશામત કરાય નહિ.
૬. બાળક પોતાની જાતે જે કરવા માગે તે કરવામાં તેને મદદ ન થાય નહિ, કે તેમ કરવામાં વાંધો નખાય નહિ.
૭. બાળકને પોતાની નજરવેગે રમતું મૂકી દઈ બાળક જે રમે તે રમવા દેવામાં આડે અવાય નહિ.
૮. ઉતાવળને લીધે કે બાળકને બરાબર ન આવડે તે માટે કે કંઈ ભાંગી ફૂટી જશે માટે અથવા બાળકનાં કપડાં કે શરીર બગડશે તે માટે બાળક જે કરે તેને બદલે કરવા મંડાય નહિ.
૯. શ્રીમંતનાં બાળકો આમ જ રમે, રમકડે જ રમે અને મારાથી રમે નહિ, એમ માની બેસાય નહિ. બાળકો રમતમાં પાપ ન