પૃષ્ઠ:Mabapone.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૧૩
 

આ સાથે બાળકો સંબંધેની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ રૂપ થાય તેવો એક કોઠો આપેલો છે. આને માટે મિસ્ટર ચાર્લેટન વૉશબર્નનો અને ‘ન્યુ ઇરા’ના તંત્રીનો ઉપકાર ઘટે છે.

આ કોઠામાં ચાર પાનાં પાડેલાં છે. તેમાં પ્રથમ મથાળે બાળકના ગણાતા દોષો બતાવેલા છે. તેની સાથેના કુલ ચાર ખાનાંઓ પૈકી પહેલામાં તે શાં કારણોથી આવવાનો સંભવ છે તે બતાવ્યું છે; બીજામાં કેવી પરિસ્થિતિમાં કારણો ઉત્પન્ન થાય છે તે અને ત્રીજામાં તે દૂર કરવાના ઉપાયો બતાવવામાં આવ્યા છે. છેલ્લા ખાનામાં કેવાં કેવાં કારણોથી વર્તન ઊલટું બગડે છે તે બતાવવામાં આવ્યું છે.

આપણા જોવામાં આવશે કે આજે ઘણુંખરું દોષોનાં કારણો દૂર કરવાને બદલે દોષો વધે કે ગંભીર થાય તેવા જ ઉપાયો આપણે લઈએ છીએ. છેલ્લું ખાનું તેની સાક્ષી પૂરે છે.

સાથેના કોઠામાં બાળકોમાં સામાન્યતઃ દેખાઈ આવતી નવ પ્રકારની અપૂર્ણતાઓનો વિચાર કરવામાં આવ્યો છે :

(૧) વધારે પડતો ઘોંઘાટ.
(૨) સમયનો દુરુપયોગ અથવા ભટકવું.
(૩) વારે વારે મદદની માગણી.
(૪) મંદ પ્રગતિ.
(૫) છેતરવું.
(૬) આડાઈ અને ખિજાળપણું.
(૭) ઘડી ઘડીમાં માઠું લાગી જવાપણું.
(૮) મૂર્ખાઈ.
(૯) દોઢડાહ્યાપણું, વાચાળતા, ચપળ દેખાવું.