પૃષ્ઠ:Mabapone.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
માબાપોને
 

કરાવવા માગતી હતી. પણ અમને તેમાં કાંઈ સૂઝ પડતી ન હતી. આથી અમે ગંદી રમતોના ભોગ થઈ પડેલ નહિ હોઈશું.

મારો અનુભવ અને અવલોકન એમ કહે છે કે આ બદી બાળકોમાં કુદરતી છે એમ કહેવા કરતાં વાતાવરણની છે એમ સ્વીકારવું વધારે વાજબી અને સાચું છે. મોટા ભાગે સોબતમાંથી આ વાત બાળકોમાં આવે છે; અને બાળકો સોબતમાં જ તે એકબીજાને આપે છે.

પણ મારો એવો અનુભવ પણ છે કે આ વસ્તુ બાળકોને મોટાંઓ તરફથી મળે છે. ઘણા જુવાનો નાનાં બાળકોની દોસ્તી બાંધે છે; તેમને પાઈ, પૈસો, મોતી કે એવું રમવા ખાવાનું આપે છે અને બાળકને એકાંતમાં લઈ જઈ બાળકના હાથનો ગંદાઈમાં ઉપયોગ કરાવે છે. મોટાં મોટાં બાળકોને બીજી રીતે ખરાબ કરે છે. અને લાગ મળતાં તે આદતમાં નાખી દે છે.

નાનાં બાળકો કે મોટાં બાળકો આવા મોટા જુવાનોની સોબતમાં ગંદી રમતો શીખે છે, તેમને તેમાં કંઈક મજા સમજાય છે, અને ત્યાર પછીથી તેઓ અંદર અંદર આ રમતો શરૂ કરે છે. મોટા છોકરાઓએ જે ગુપ્ત સંજોગોમાં આ રમતો શીખવી હોય છે તે જ સંજોગોમાં આ બાળકો પણ રમે છે. અને બધું ઢાંકવા માગે છે.

વળી મોટી છોકરીઓ નાના છોકરાઓને આવી ગંદી રમતોમાં લઈ જઈ શકે છે. તેઓ પોતાની પ્રકૃતિને ઠંડી કરવા નાનાં બાળકો સાથે એવી રીતે રમે છે ને તેમનામાં એવી ગરમી પેદા કરે છે કે નાનાં બાળકોને તે ગમે છે. ઉપરાંત નાનાં બાળકો તરફથી મમતા બતાવીને પણ છોકરીઓ તેમને આવું આવું રમાડે