પૃષ્ઠ:Mabapone.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

________________

ગુજરાતી બાળકોના પ્રથમ હિતચિંતક ગિજુભાઈ ગિજુભાઈ બધેકા (૧૫-૧૧-૧૮૮૫ : ૨૩-૬-૧૯૩૯) શિક્ષણ-સાહિત્યના ક્રાંતિકાર હતા. રાજકીય અને આર્થિક ક્રાંતિઓ અલ્પજીવી હોય છે. ગિજુભાઈએ શિક્ષણમાં અને સાહિત્યમાં પ્રેરેલી ક્રાંતિ સતત વિકસતી અને વિસ્તરતી રહી છે. ભાવનગર જિલ્લાના વલભીપુર(વળા)ના વતની ગિજુભાઈ વ્યવસાય અર્થે આફ્રિકા ગયા, પાછા આવી કાયદો ભણી વકીલ બન્યા. વઢવાણમાં વકીલાત કરતા હતા એ દરમિયાન દીકરો જન્મ્યો (૧૯૧૩). એ દીકરાના યોગ્ય ઉછેર, શિક્ષણ અને સંસ્કાર માટેની ચિંતાઓ કરતાં કરતાં માદામ મોન્ટેસોરીનું, બાળકેળવણીનો નવો માનવીય અભિગમ ધરાવતું, પુસ્તક હાથમાં આવ્યું. ૧૯૧૫ સુધીમાં તો વકીલાત છોડીને ભાવનગરની દક્ષિણામૂર્તિ શિક્ષણસંસ્થામાં જોડાયા. બસ, ત્યારથી માર-ભાર વિનાના ભણતરના આગ્રહી ગિજુભાઈ બાળશિક્ષણ અને બાળસાહિત્યના બ્રહ્મા બન્યા. ‘દિવાસ્વપ્ન' જેવાં શિક્ષણશાસ્ત્રનાં અનેક પુસ્તકો ઉપરાંત વિપુલ બાળસાહિત્ય લખ્યું અને લખાવ્યું, જેમાં સમાવિષ્ટ છે બાળસાહિત્યમાળા (૮૦ પુસ્તિકા), બાળસાહિત્ય ગુચ્છ (૨૫ પુસ્તિકા), બાળસાહિત્ય વાટિકા (૩૨ પુસ્તિકા). પછીથી સમગ્ર ગુજરાતી બાળસાહિત્ય એમણે કંડારેલી કેડી પર ચાલ્યું. એમણે સ્થાપેલા શિક્ષણસિદ્ધાંતો આજે સર્વસ્વીકાર્ય બન્યા છે. 907 8 9 3 8 8 Il3 0 81 82I/ ૨ 110