પૃષ્ઠ:Mabapone.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
માબાપોને
 


આજે જે આપણે તજી દેશું તેને ત્યાગતાં તે જરૂર શીખશે.

ત્યારે આપણે બાળક માટે શું કરશું ?

બાળક ભાવિ પ્રજા છે; ભાવિ પ્રજાનું બીજ બાળકમાં છે. જેવું બાળક તેવી ભાવિ પ્રજા.

કહો જોઈએ, હવે આવા બાળક માટે આપણે શું કરવું જોઈએ ?

બાળક ભાવિ કુળનો દીપક છે.

બાળક ભાવિ પેઢીનો પ્રકાશ છે.

બાળક ભાવિ પ્રજાનો પયગમ્બર છે.

આવા બાળક માટે આપણે શું કરીએ ?

બાળક તો પ્રભુજીએ આપણને જીવન પ્રત્યે પ્રકાશ પાડવા આપેલ છે.

બાળકો તો આપણને નવું જીવન જીવવા આપેલાં છે.

બાળકો તો પ્રભુજીએ આપણને નવું ચેતન જગાડવા આપેલાં છે.

બાળકો તો આપણને પ્રભુજીએ કલ્યાણને પગથિયે ચડવા આપેલાં છે.

પ્રભુજીએ પોતે આપેલાં બાળકો ખાતર આપણે શું શું કરવું ઘટે ?

બાળક્નાં સાચાં માબાપ થવા માટે આપણે યોગ્ય થવું જોઈએ.

બાળકોનું સુખ શામાં છે તે આપણે વિચારીએ. આપણે આટલું તો જરૂર સમજીએ :

બાળકનું સુખ તેને જાતે જ ખાવાપીવા દેવામાં છે; કોઈ તેને ખવરાવે તેમાં નહિ જ.