પૃષ્ઠ:Mabapone.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકનું ઘરમાં સ્થાન ક્યું ?
૨૩
 


આપણે જેમ બોલીએ તેમ તે બોલે તો જ તેને બોલતાં આવડ્યું કહેવાય; આપણે જે ખાઈએ તે બાળક ન ખાય તો તેને ખાતાં ક્યાંથી આવડે ?

આપણે ઇચ્છીએ છીએ કે જેવાં આપણે છીએ તેવાં બાળકો થાય. આપણે પોતે જ ઠરાવી દીધું છે કે બાળકો માટે આપણો આદર્શ પૂરતો છે. આપણાથી ઉચ્ચ વૃત્તિનાં ને શક્તિનાં બાળકો થઈ શકે એ ખ્યાલ આપણામાં છે ?

આપણા પૂર્વજો કરતાં કેટકેટલી બાબતોમાં આપણી ચડતી થઈ તેનો ઇતિહાસ આપણે જાણીએ છીએ ?

દુનિયા આગળ વધે છે કે પાછળ જાય છે ?

બાળવિચારને આપણા હૃદયમાં કેટલું સ્થાન છે ? બાળકને વિલાયતીને બદલે દેશી કપડાં પહેરવાં હોય તો આપણને આપણું અર્થશાસ્ત્ર આડે નથી આવતું ? આપણે આપણી સ્વાર્થી દષ્ટિ ભૂલી જઈએ છીએ ખરા ? નવા યુગની કલ્પના એને પણ ઝીલવા નથી દેતાં એ વાત ખરી છે કે ખોટી ?

ઘણાં બાળકોને માથે ટોપી પહેરવી અથવા પગમાં જોડા પહેરવા નથી ગમતા; પણ દીકરો ઉઘાડે પગે હોય તો બાપની આબરૂ જાય તેનું શું ?

પહેરણનું ગજવું બાપાને ગમે ત્યાં જ થાય ના ? બાળકની સગવડ જોવાની વાત તો ધ્યાન પર જ કેમ લેવાય ?

છોકરીનાં ઘાઘરી પોલકાંની જાતો તો માએ જ નક્કી કરવી જોઈએ ના ? બાળકમાં પસંદ કરવાની શક્તિ છે, એમ માને છે જ કોણ ? આપણે ક્યાં નાનપણમાં જાતે પસંદ કરવા જતાં હતાં ? આપણે ગુલામ રહ્યાં એટલે બાળકે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ ના ?

કયે વખતે ને કયે દિવસે કેવાં કપડાં બાળકે પહેરવાં તેનો