પૃષ્ઠ:Mabapone.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
માબાપોને
 


દોસ્તો તો આપણને જ હોય. નાનાં બાળકો વળી દોસ્તીમાં શું સમજતાં હશે ? પણ આપણી દોસ્તી સ્વાર્થી; બાળકોની દોસ્તી નિર્દોષ.

આપણી પાસે આપણા દાગીના અને કપડાં મૂકવાને કબાટો, ટ્રંકો ને પેટીઓ છે. બાળકોએ એમનાં છીપલાં ને શંખલાં ક્યાં રાખવાં ?

એમનાં પીંછાં ને ઢીંગલી પોતિયાંને મૂકવાની એક જગ્યા ખરી ?

આપણી વસ્તુની ચોરી થઈ જાય તો બાળકને મન કંઈ નહિ. પણ એનાં પીંછાં ને ફૂટલી કોડીઓ કોઈ લઈ જાય તો ? એને મન તો આખું રાજ ગયું ! અને છતાં આવા કિંમતી સંગ્રહ સાચવી રાખવાને આપણે એને એક પેટી કે ડબલુંયે ન આપીએ ! કેવી આપણી વિચિત્રતા ?

ખરી રીતે તો બાળકને ગણે છે જ કોણ ? એ આંબી શકે તેટલી ઊંચાઈએ ઘરમાં ખીંટીઓ ક્યાં છે ? અભરાઈઓ ક્યાં છે ? આલમારીઓ ક્યાં છે ? ઘરમાં વસાવેલાં સારાં સારાં ચિત્રોયે બધાં ઊંચે ઊંચે ટાંગેલાં હોય છે; એના તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે. તો પછી બાળકનાં તો એ ખપનાં જ નહિ ના ?

બાળકનાં કપડાં આપણે ટાંગીએ.

ઊંચેથી લોટા પ્યાલા આપણે ઉતારી દઈએ.

મોટા પાટલા આપણે નાખી દઈએ.

થાળી પણ આપણે માંડવી જોઈએ.

બાળક બિચારું શું કરે ? મોટી મોટી વસ્તુઓને એ શી રીતે પકડી શકે ? એને મન તો ઘણુંયે થાય, પણ કેમ કરે ?

આપણે જાણીએ કે બાળક સશક્ત નથી; આપણે તેને