પૃષ્ઠ:Mabapone.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઘરમાં બાળકે શું કરવું ?

ઘણી વાર પૂછવામાં આવે છે કે “અમારું બાળક બાલમંદિરમાં અગર શાળામાં જાય છે ત્યાં સુધી તો તે પ્રવૃત્તિમાં રહે છે; પરંતુ ઘેર આવ્યા પછી તેણે શું કરવું ? ઘરમાં ચાલે તેવાં તેને લાયકનાં કામકાજ અમે જાણતા નથી, ને બાળકને ધંધો નહિ મળવાથી તે કાં તો આળસુ અથવા તો રખડુ, અથવા તો જ્યાં ત્યાં અથડાતું અને ઠપકો-ઠેસ ખાતું થાય છે. અમે જાણવા માગીએ છીએ કે ઘરમાં બાળકે શું કરવું. અમે બાળકને સુખી અને પ્રવૃત્તિશીલ જોવા ઇચ્છીએ છીએ, માટે અમને તે બાબતમાં માર્ગ બતાવો.”

આ પ્રશ્નના ઉત્તર રૂપે બાળકો ઘરમાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકે તે જણાવવામાં આવ્યું છે.

ઘર બાળક માટે નાનીસૂની દુનિયા નથી. ત્યાં તેને માટે કેટલીયે પ્રવૃત્તિઓ પડી છે. આપણે તે તરફ નજર નાખી નથી. બાળકને તે બતાવી નથી. બાળકે જ્યારે પોતાની મેળે મનગમતી પ્રવૃત્તિઓ શોધી કાઢી છે, ત્યારે ત્યારે અજાણપણે આપણે તેનો વિરોધ કરેલો છે. આપણે તેની કેટલીએક સરસ પ્રવૃત્તિઓને નકામી