પૃષ્ઠ:Mabapone.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું ?
૩૫
 


પાડવાનાં છે; તે કરવાની જગ્યા આપવાની છે, તેમની આડે આવવાનું નથી. તેમની પાસે પ્રવૃત્તિઓ કરાવ્યા કરવાની નથી; પ્રવૃત્તિઓનું પ્રદર્શન નથી કરવાનું. તેમને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે છૂટાં મૂકવાનાં છે.

આવી થોડીએક પ્રવૃત્તિઓ ગણાવીએ.

: ૧ :
કાગળ અને કાતર

બાળકોને બેઠાં બેઠાં કાગળો કાપવા ગમે છે. સાથે તેઓ કાતર વાપરતાં શીખે છે. આથી આંગળાં અને હાથના સ્નાયુઓ દૃઢ બને છે. તેઓ ધીમે ધીમે ચોક્કસ આકારો કાપવા લાગે છે. કાપવાની બાબતમાં તેમનો કાબૂ ખૂબ વધે છે.

કાગળ કોરવાનું બીજું કામ છે. કાગળને બેવડો ચોવડો વાળી તેને આજુબાજુ અને વચ્ચે કાપવાથી તેમાં ભાત પડે છે. પછી કાગળ ઉઘાડતાં સુંદર કોરણીની કારીગરીનો દેખાવ મળે છે. આ સુંદર કોરણી જોકે એક રીતે અણધારી થાય છે; એટલે કે એવી જ કોરણી કરવા માટે અગાઉથી બાળકે યોજના કરેલ હોતી નથી; કોરણી આકસ્મિક છે. પરંતુ એવી અનેકવિધ કોરણીઓના નમૂના એક પ્રકારનું ઘટનાઓ (ડિઝાઈન)નું સુંદર પ્રદર્શન છે. તે ડિઝાઈનો જોઈને બાળકને નવી ડિઝાઈનો ચીતરવાનું સૂઝે છે. એવી ડિઝાઈનો સ્વતઃ જ કલાકૃતિઓનું વાતાવરણ છે. બાળક આગળ જતાં એવી કોરણીમાં પ્રવર્તતા નિયમો પકડી લેશે ત્યારે તે યોજનાપૂર્વકની કોરણી પણ કરી શકશે. એ બધી કોરણીઓનો એક સંગ્રહ (આલ્બમ) બનાવી શકાય. કોરા કાગળો પર તે બધી ચોટાડીને રાખી શકાય.

વળી કાતરથી બાળક ઘરમાં પડેલાં નકામાં છાપાં વગેરેમાંથી