પૃષ્ઠ:Mabapone.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
૩૮
 

 સ્થળેથી રંગીન આકાશ તો કોઈ સ્થળેથી રંગીન દેખાવો; જાહેરખબરનાં કાગળિયામાંથી પણ કાપી કોરીને ચિત્રો ભેગાં કરી શકાય. આ બધાં ચિત્રોનાં આલ્બમ કરી રાખ્યાં હોય તો વધારે સારું. બાળકો ચિત્રો જોઈ ઉડાડી દે અગર તેને ગમે તેમ ફેંકે તેના કરતાં તે ન જુએ એ જ સારું. કલાનું અપમાન કરીને માણસ કલાની દૃષ્ટિ ન જ મેળવી શકે. આપણે બાળકોને ચિત્રો આપીએ તેની સાથે જ તે માટેની કાળજી અને માન આપીએ. માટે જ ચિત્રો સાથે તેને રાખવાની જગા આપવી. ભલે મફત મળેલા કે રસ્તે ઊડતા કાગળોમાંથી ચિત્રો મેળવ્યાં હોય, પણ આપણા અને બાળકના મને તે કલાકૃતિઓ છે એમ રહેવું જોઈએ. પૈસા આપીએ તે કલા, ને ન આપીએ તે ચીંથરું, એવું ઘણી વાર કલા તરફની આપણી વર્તવાની રીત પરથી લોકો અને બાળકો સમજે છે. એ રીત કલાનું ખૂન કરનારી છે, માટે તે આપણામાં ત્યાજ્ય જોઈએ.

ચિત્રોનું સાહિત્ય સંપત્તિ પ્રમાણે વસાવીએ. પરંતુ તે સઘળું બાળકોને એકાએક ન આપવું; થોડું થોડું આપવું. રસ વધતો જાય તેમ આપવું; ફરી ફરીને આપવું. બાળક તે જુદે જુદે વખતે જુદી જુદી અને નવી નવી દૃષ્ટિથી જોશે.

ચિત્રો જોવાની આ વાત સાથે સ્ટીરીઓ સ્કોપનાં ચિત્રો ગણી લેવાનાં છે.

જેમ ચિત્રો જોવાની એક આનંદદાયક અને વિકાસક પ્રવૃત્તિ છે તેમ જ ચિત્રો કાઢવાની પ્રવૃત્તિ પણ તેવી જ છે. બાળકો પણ ચિત્રો કાઢી શકે છે; પરંતુ તે ચિત્રો તેમને હિસાબે છે, મોટા ચિત્રકારોના હિસાબે નહિ જ. પણ જો એ બાલચિત્રો બાળકોને રોકી રાખે, એમને આનંદ આપે અને એક પગલું આગળ વધારે તો તે મહામૂલ્ય કૃતિઓ જ છે. મનુષ્ય પોતાના વિકાસની કક્ષાએ