પૃષ્ઠ:Mabapone.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
માબાપોને
 


બાળકોને એકાદ વાસણ માટી ભરવા આપવું. રમકડાં બનાવવા માટે એક પાટિયું, હાથ ધોવા માટે બાલદી ભરી પાણી ને લૂગડાનો એક કટકો એટલાં વાનાં આપવાં.

તેમને પહેરણની બાંયો કેમ ચડાવવી, કેમ બેસવું, હાથ કેમ ધોવા તે પણ કરી બતાવવું.

તેઓ જેવાં રમકડાં બનાવે તેવાં બનાવવા દેવાં. તેઓ ઘણી જાતના આકારો કરશે જ. તેઓ પોતાને ગમતી વસ્તુઓ બનાવશે; ને કેટલીએક વસ્તુઓનાં ગારામાં બીબાં પણ પાડશે. (impress કરશે.)

ગારાથી ઈંટો પાડવાનો રસ્તો પહેલી તકે બતાવવો. સુતાર પાસે લાકડાનું એક ચોકઠું કરાવી શકીએ. જે ઘરોને મોટું કમ્પાઉન્ડ હોય ત્યાં ઈટો પાડવાનું કામ બાળકો કરે.

ગારાનો કરેલો બધો સામાન આપણે નીંભાડો નાખી કોઈ કોઈ વાર પકવી દઈએ.

બાળકોએ કરેલાં ગારાનાં મામૂલી રમકડાંઓને આપણે ખંતથી બાલસંગ્રહસ્થાનમાં મુકાવીએ. માટીકામ એક સર્જકપ્રવૃત્તિ છે. તેનાથી હાથના સ્નાયુઓ ખાસ કરીને કેળવાય છે. બાળકનું અવલોકન કેવા વિષયોમાં છે તે જણાય છે. બાળકો પોતાની મનોવૃત્તિ પોતાની કૃતિઓ અને રમતોમાં પ્રગટ કરે છે, તે આપણે અહીં પણ જોઈ શકીશું.

: ૬ :
ટાંકણીઓ અને કાગળ

બાળકો ટાંકણીઓથી જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે. પીનકુશન-ટાંકણી ભરાવવાની ગાદીમાંથી ટાંકણીઓ કાઢીને તેને પાછી ભરાવી દેવાનું સૌથી નાનાં બાળકોને ખાસ રુચે છે. જરા