પૃષ્ઠ:Mabapone.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘરમાં બાળકે શું કરવું?
૪૭
 


: ૧૨ :
મિકેનો વગેરે

મિકેનો અને એવી રમતો કે સાધનો કે જે વાપરવાથી બાળકોમાં યાંત્રિક બુદ્ધિ અને આવડત વધે છે, તેવાં સાધનો ઘરમાં વસાવવાં. આવાં સાધનો મધ્યમ વર્ગ માટે મોંઘાં પડે તેમ હોય તો તેમણે તે જતાં કરવાં. અથવા બે ચાર પાડોશીઓ મળી એવાં સાધનો સૌને માટે ભેગાં વસાવે અને અમુક એક ઘરમાં તે રાખે, ને ત્યાં બાળકો આવીને તે વાપરે. જોકે બાળકો તો ભેગાં રહીને વાપરશે અને તેનો આનંદ લેશે, પરંતુ માબાપો તેમાંથી લડવાનું નહિ શોધે એની ખાતરી નથી. ભેગાં ચાલી શકે તેમ હોય તો જ આ પ્રયોગ કરવો.

મિકેનો કે એવાં સાધનો સાથે જોઈતી એકાંત જગા અને બેઠક પૂરાં પાડવાં. ખાસ કરીને જે બાળકને આવી બાબતનો શોખ છે તે તો આ પ્રવૃત્તિને મીઠા ભોજન રૂપે સ્વીકારશે.

: ૧૩:
ફૂલો અને પાંદડાં એકઠાં કરવાં

બાળકોને શોધવું, એકઠું કરવું અને મૂકવું ગમે છે. અર્થાત્ બાળકમાં સંગ્રહ–સંચય કરવાની વૃત્તિ (collecting spirit) સારી છે. એ વૃત્તિ એટલે મ્યુઝિયમ સ્પિરિટ-વસ્તુસંચય વૃત્તિ. બાળકો પોતે પોતાની આસપાસની દુનિયામાંથી પદાર્થોમાંથી જે જ્ઞાન મેળવે છે તે જ્ઞાન એવું ને એવું પોતાની સામે મૂકવા પણ સંગ્રહો કરે છે. એમ પણ કહેવાય છે કે આમાં બાળકની પ્રાથમિક કાળની પરિગ્રહ (possessive) વૃત્તિની સદ્‌ગતિ કે ઉચ્ચ ગતિ રહેલી છે.

બાળકોને પોતાની આસપાસની દુનિયા જોવા અને તેમાંથી