પૃષ્ઠ:Mabapone.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
માબાપોને
 


આ લેખ આ અર્થમાં રમતો અને પ્રવૃત્તિમાં તફાવત પાડે છે. ‘ઘરની રમતો’ એ વિષય જુદો લખી શકાય. આ તફાવત સમજીને જ ઘરની જુદી જુદી પ્રવૃત્તિઓ ગોઠવવી.

બીજી વાત એ સમજવા જેવી છે કે બાળકો માટે દરેકેદરેક ઘરમાં આવી બધી પ્રવૃત્તિઓ વસાવવાની ન હોય. બધાં ઘરો બધી પ્રવૃત્તિ દાખલ ન જ કરી શકે. માટે સાધન, સંપત્તિ, સગવડ વગેરે ધ્યાનમાં લઈ બને તેટલી પ્રવૃત્તિઓને માટે ગોઠવણ કરી આપવી. શ્રીમંત ઘરોમાં બધી જાતની પ્રવૃત્તિઓ શક્ય કરી શકાય; પરંતુ તેમ શક્ય કર્યા પછી તે બધી બાળકે કરવી જ જોઈએ એ વહેમમાં ન પડવું, બાળકને માટે શ્રીમંતને ત્યાં ખોરાકના ઢગલેઢગલા હોય તેથી જેમ તેણે કાંઈ બધું ખાઈ ન નખાય, તેમ પ્રવૃત્તિઓની બાબતમાં છે. આજે જ્યાં તે અત્યંત વધી પડે ત્યાં બાળકને તેનું અજીર્ણ ન થવું જોઈએ. બાળકને માટે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિને માટે બાળક નથી. બાળકને પ્રવૃત્તિ વિના પડ્યું રહેવું પડતું નથી; તેને બીજું ઘણું કરવાનું છે જેથી આમાંનું ઘણું તે કરે તો કશી ફિકર નથી. મતલબે પ્રવૃત્તિ કરવા માટે બાળકને અનુકૂળતા કરી આપવાની છે તે કરવાની ફરજ મૂકવાની નથી. બાળક જે કરે તે રાજીખુશીથી કરે.

જે જે પ્રવૃત્તિની આપણે બાળકને વ્યવસ્થા કરી આપીએ તે તે પ્રવૃત્તિ બાળક શાંતિથી કરે, વચ્ચે દખલગીરી વગેરે ન થાય, તે ખાસ જોવું. તે માટે અલાયદી જગા અપાય તો સારું. ઘણી પ્રવૃત્તિઓ રાખીને એકેયને માટે વ્યવસ્થા ન હોય, તેને બદલે એક જ-માત્ર એક જ વ્યવસ્થિત પ્રવૃત્તિ ઘણી ઉપકારક થશે.

પ્રવૃત્તિઓ ગોઠવવામાં ઉપરની યાદી માર્ગદર્શક છે. જેઓ વૈજ્ઞાનિક બાબતમાં કે વનસ્પતિના વિષયમાં સમજતા હોય તેઓ