પૃષ્ઠ:Mabapone.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માબાપોએ શું કરવું ?

એક પત્ર

બાલમંદિરમાં આપનાં બાળકોને દાખલ કરવાના આપના ઉત્સાહને હું પ્રેમપૂર્વક વધાવું છું. બીજી શાળાઓ કરતાં આ મંદિર આપને વધારે સારું લાગ્યું છે તે હું જાણું છું. આ શાળામાં લાંબો વખત રહી આપણું બાળક સર્વાગ સુંદર કેળવણી લે એમ હું ઇચ્છું છું.

છતાં હું કેટલીએક બાબતોથી આપને વાકેફ કરવા ચાહું છું. બાલમંદિરથી આપના બાળકને કેવા લાભો થશે તેનો કંઈક ખ્યાલ અહીં આપીશ. સાથે સાથે આપના બાળક પ્રત્યે, અમારી પ્રત્યે અને મંદિર પ્રત્યે કેવા પ્રકારની નીતિ રીતિ હોવી જોઈએ તેનું પણ ટૂંક દર્શન કરાવીશ. આપને બાલમંદિર ઉપર, અમારી ઉપર અને અમારી કાર્યપદ્ધતિ ઉપર પૂર્ણ વિશ્વાસ છે એમ જાણીને જ આપ આપના બાળકને મંદિરમાં દાખલ કરવા માગો છો; પરંતુ ઘણી વાર એવું બન્યું છે કે દાખલ કરનાર માબાપ દાખલ કરતી વખતે કહે છે કે “અમારે બાળકને અહીં જ રાખવું છે, અને