પૃષ્ઠ:Mabapone.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
માબાપોને
 


તે ભણે કે ન ભણે તેની જરા પણ ચિંતા નથી. આપના જેવા શિક્ષકોના સહવાસમાં અને આવી સુંદર સગવડવાળા વાતાવરણમાં મૂક્યા પછી અમારે બીજો વિચાર કરવાનો હોય જ નહિ. અમે તો અમારા બાળકને તમારા હાથમાં સોંપી દીધું એટલે બસ. ખરાં માબાપ તો તમે છો.” પરંતુ થોડા વખતમાં અમને માલૂમ પડે છે કે બાળકને અહીં મોકલવાનાં કારણો જુદાં જ હતાં. અનુભવથી અમે જણાવીએ છીએ કે કેટલાંક માબાપો બાળકોનાં તોફાનમસ્તીથી કંટાળીને તેમને પોતાનાથી અળગાં કરવા અહીં મોકલે છે. કેટલાંક માબાપો બાળકને થોડા દિવસ ગાડી ઘોડાની મોજમજા લેવડાવવા મોકલે છે. કેટલાંએક માબાપો ભરાડી બાળકને પાંશરું થવા કે ઠેકાણે આણવા મોકલે છે. જે બાળકો ધૂડી શાળાએ જતાં કંટાળે છે કે જ્યાં ત્યાં રખડે છે ને કજિયા કરી માબાપ અને શિક્ષકને કવરાવે છે, તેને પણ અહીં મોકલાય છે, કેટલાંએક માબાપો દાખલ કરતી વખતે એમ પણ કહે છે કે હમણાં ભલે અહીં રહે; એને ભણાવવાની ક્યાં ઉતાવળ છે ? હજી એ નાનું છે; ભણ્યા જેવડું થશે ત્યારે બીજી નિશાળ તો છે જ ના ? કોઈ માબાપ એમ ધારીને પણ મોકલે છે કે બાલમંદિરમાં કાંઈ એવું જાદુ છે કે જેથી વગર મહેનતે અને છેક નાની ઉંમરમાં બાળકને બધું ભણાવી દેવાશે, ને પછી વહેલું વહેલું એને પહેલી કે બીજી ચોપડીમાં દાખલ કરી શકાશે. કોઈ માબાપ એમ પણ માને છે કે છોકરીઓ દાખલ કરવી ઠીક છે કારણ કે સંગીત, ચિત્ર, જેવાં કામો બાલમંદિરમાં શીખવાય છે જ્યારે ગણિત શીખવવામાં આવતું નથી, અને છોકરાઓને તો ગણિતના શિક્ષણ વિના નહિ ચાલે. છતાંય એવાં માબાપો પણ છે કે જેઓ પોતાનાં બાળકોને સાચી શ્રદ્ધાથી, ખરી સમજણથી અને બીજી નિશાળોની