પૃષ્ઠ:Mabapone.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૫૫
 


બદીથી કંટાળીને મોકલે છે. ને એવાં જ બાળકોને પૂરેપૂરો લાભ મળ્યો છે એમ હું નિઃશંકપણે કહી શકું છું.

આપ આપના બાળકને કયા કારણથી બાલમંદિરમાં મોકલો છો તે આપે જ જોઈ લેવાનું છે. આપ આપના ઉદ્દેશો છુપાવશો તો આપને પાછળથી પસ્તાવું પડશે, અને બાળકનો સમય અને અમારો શ્રમ નકામો જશે. જે માબાપો બાળકોને ઘરમાંથી એક જાતની ઉપાધિ દૂર કરવા માટે જ મોકલે છે તેમને માટે ઘૃણા ઊપજે છે; તેવાં માબાપોના બાળકને અમે આશ્રય ન આપીએ તો અમે ખરેખર મૂર્ખ અને પાપી ગણાઈએ. એ માબાપોને એટલું જ કહેવા માગીએ છીએ કે હવે પછી તેમણે બાળકોની ઉત્પત્તિની બાબતમાં સંયમ સેવવો ઘટે છે. જેઓ પોતાનાં બાળકો બગડેલાં હોવાથી રખડુ હોવાથી તેમને સુધારવા મોકલે છે તેમની અમને દયા આવે છે. પોતાને ત્યાં બાળકો બગડ્યાં અને રખડુ બન્યાં, અને અમારે ત્યાં તેમને સુધારવા મોકલવાં એના જેવી હાસ્યાસ્પદ વિચિત્રતા કઈ હોઈ શકે ? એવાં માબાપોએ જાણવું જ જોઈએ કે જ્યાં સુધી પોતે તે બાબતમાં અમારા જેટલી કાળજી લેશે નહિ ત્યાં સુધી અમારા પ્રયત્નો નિષ્ફળ જ જવાના છે. કોઈ પણ માબાપે એમ માનવાની ભૂલ કરવાની નથી કે બાલમંદિરમાં એવું જાદુ છે કે બગડેલાં બાળકો એકાએક સુધરી જવાનાં છે. બેશક અમે તો એવા પ્રયત્નો કરીએ જ છીએ જેથી બાળક સારામાં સારું થાય. જે માબાપો બગડેલાં બાળકો મોકલી આપે છે, તેમણે શરત કરવાને તૈયાર રહેવું પડશે. જો અમે કદાચ એવાં બાળકોને પાછાં સોંપીએ તો તેમણે અમારી કે અમારી પદ્ધતિની નિંદા કરવાને બદલે ત્રણ વર્ષમાં બાળકને અમે જે તાલીમ આપી છે તેનો જ તેમણે ઉપકાર માનવો ઘટે છે. બગડેલાં બાળકોને સુધારવાનો પ્રયત્ન કરવો એને