પૃષ્ઠ:Mabapone.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
માબાપોને
 


બને છે; ને ઘરખૂણિયું હતું તેને બદલે કેટલાયેનું મિત્ર બને છે. એટલું જ નહિ પણ તે ઘર અને બાલમંદિરની વચ્ચે રહેલો ભેદ આસ્તે આસ્તે સમજતું થાય છે. આટલું તો સામાજિક વાતાવરણનું પરિણામ આવે.

બાલમંદિરની ખુલ્લી આબોહવામાં અને વિશાળ મેદાનમાં બાળક પોતાના શરીરને ખૂબ કરે છે. સ્કૂર્તિથી પૂરી ચાલવાની પણ શક્તિ વિનાનાં બાળકો થોડા જ વખતમાં આખું મેદાન એક ઝાપટે ફરી શકે તેવાં, તડકામાં કે હવામાં લાંબો વખત મોજથી રહી શકે તેવાં, અને નીડરપણે દૂર દૂર ઘોડા ખેલાવતાં કે નજીકમાં ગેલેરીના કઠોડા ઉપર સમતોલપણે ચાલતાં શીખી જાય છે. આ સ્થળે તંદુરસ્તીનો શ્વાસોચ્છવાસ તો તે પળે પળે લીધા જ કરે છે. આ બધો વખત તે શહેરી ઘોંઘાટ, ગંદકી, ધમાધમી અને ધાંધલથી દૂર રહે છે. શહેરનાં ટૂંકાં ઘરો અને અસ્વચ્છ વાતાવરણમાંથી તે છૂટે છે. શહેરોની મલીન અને સ્વાર્થી આબોહવામાંથી સ્વચ્છ અને પરસ્પર સહકાર તથા સન્માનભર્યા વાતાવરણમાં તે રહે છે. આ બધું એનું ભણતર છે. આ બધો વખત નકામો જતો જ નથી. આ સમયમાં બાળક પોતાના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસનાં બીજ રોપે છે.

આ વિકાસ સાથે જ અમારી પદ્ધતિ પ્રમાણે અમે ઇન્દ્રિયોની કેળવણી આપીએ છીએ. ઇન્દ્રિય કેળવણીનો પ્રબંધ મૉન્ટીસૉરી પદ્ધતિના પ્રાણરૂપ છે. એમાં જ મૉન્ટેસૉરી પદ્ધતિની વિશેષતા છે. ઈન્દ્રિયોની કેળવણી મનની કે રાત્માની કેળવણીના પાયા રૂપ છે. આવી જાતની કેળવણીની આપણે હજી સુધી દરકાર કરી જ નથી; એને લીધે આપણે આખી જિંદગી સુધી અપંગ જેવા રહીએ છીએ, ને પાછળથી એની ખોટ પૂરી શકાતી જ નથી. બધું