પૃષ્ઠ:Mabapone.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
માબાપોને
 


સાધવાનાં ઉત્તમમાં ઉત્તમ સાધન નથી ? જ્યારથી આપણે સંગીત અને ચિત્ર સાથે દુશ્મનાવટ કરી ત્યારથી બધાં વ્યવહારુ વાણિયા બન્યાં છીએ; ત્યારથી આપણું જીવન કેટલું બધું ક્ષુદ્ર અને અરસિક બન્યું છે તેનો આપણે વિચાર સરખોયે કર્યો છે ? અને ગણિતનો વિષય છોકરીઓને ઉપયોગી નથી શું ? જે જે વિષયો જીવનના છે તે તે વિષયો બાળકને પ્રિય જ હોય. એમાં છોકરા છોકરીઓનો ભેદ ન જ હોય. અમારે ત્યાં જો કે એકે વિષયનું જ્ઞાન ફરજિયાત નથી; પણ જો ફરજિયાત શિક્ષણ આપવું હોય તો હું તો ચિત્ર અને સંગીતને ગણિત અને ઇતિહાસ કરતાં વધારે ઊંચાં મૂકું, પહેલે સ્થાને જ મૂકું.

જેનામાં લાગણી હોય તે મનુષ્ય છે. સંગીત અને ચિત્રકલા લાગણીના વિષયો છે. એમાં ઠંડી બુદ્ધિનું વેપારી ગણિત નથી. મને તો માબાપોને ઠપકો દેવાનું મન થાય છે કે શા માટે આપ સારા વિષયોને છોકરીઓના વિષયો કહીને ઊતરતા વિષયોનું શિક્ષણ આપના છોકરાઓને આપી તેમને પામર બનાવો છો ? માબાપ કહે છે કે “મારા છોકરાને રેંટિયો કંતાવી શા માટે છોકરી બનાવો છો ? કાંતવાનું કામ તો છોકરી કરે.” કોઈ એમ પણ ધારે કે બાલમંદિરમાં છોકરાને છોકરી થવાની તાલીમ આપે છે. ઊલટું કોઈની એવી ફરિયાદ હોય કે છોકરીને ઝાડે ચડાવીને લડાઈમાં ઉતારીને શું લાભ કાઢવાનો છે ? પણ રેંટિયો કલાનો વિષય છે; કલા છોકરીને જ માટે રાખવી હોય તો છોકરાએ આત્મઘાત કરવો ઘટે છે. કલા વિનાના જીવો પાંદડાં વિનાના ટૂંકા ઝાડ સમાન છે. છોકરાઓ પોતે જ પોતાના રૂપથી બિહામણા લાગશે. વાળવામાં જેને બાયલાપણું લાગે છે તે તો નામર્દ છે; મર્દા તો તલવાર અને સાવરણીને સરખાં જ ગણે. ને ખરી સ્ત્રી તો સાવરણીને બહાર