પૃષ્ઠ:Mabapone.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૭૧
 


બંધાણી જોરમાં દેખાય છે, તેમ જ જ્યાં સુધી સ્પર્ધાનું ઝેર હોય છે ત્યાં સુધી માણસ કામ કરે છે. આપ આપના બાળકને એકબીજાની સ્પર્ધા કરવાને રસ્તે લઈ જશો જ નહિ. સ્પર્ધામાં એક જણ તો પાછું પડે જ છે. અને જે જણ પાછું પડે છે તે નિરાશ અને નિરુત્સાહી બને છે, જ્યારે જે જીતે છે તે ગુમાની અને દંભી બને છે. સ્પર્ધા એ થીગડું છે. એમાંથી સાચો પ્રાણ આવતો નથી; ઊલટું ખરા પ્રાણને એ ઢાંકી દે છે કે વિકૃત કરે છે.

ચોથી બાબત એ છે કે ધર્મશિક્ષણની વાત આપે મગજમાંથી કાઢી જ નાખવી. છોકરાંને ધર્મની વાર્તા કહીને, ધર્મનાં કાર્ય કરાવીને, ધર્મની રૂઢિઓનો વેશ પહેરાવીને આપણે તેમને કદી પણ ધર્મી બનાવી શકવાના નથી. ઘણાં માબાપો અમને પૂછે છે કે મંદિરમાં કંઈક નીતિશિક્ષણ આપો તો સારું. પૂછનાર નીતિશિક્ષણનો અર્થ પોપટિયા ઉપદેશ જેટલો કરે છે. તે એવું માગે છે કે છોકરાંઓ ધર્મની વાતો કરતાં થાય; માબાપને અને દેવને વારે વારે વંદન કર્યા કરે, અને માબાપની આજ્ઞાને દેવની ગણીને માથે ચડાવી લે. અમે એવું શિક્ષણ શી રીતે આપીએ ? ઉપદેશથી મૂછો આવી જશે, આંધળો દેખતો થઈ જશે અને અપંગ ચાલતો થઈ જશે એમ માનતા હોઈએ તો જ ધાર્મિક કે નૈતિક ઉપદેશથી તેને ધાર્મિક કે નીતિમાન બનાવવા ચાહીએ. જે માબાપોમાં સ્વતઃ એવું કંઈ જ નથી કે જેથી બાળકો તેમને ચરણે પડે, એવાં માબાપો નીતિશિક્ષણની મદદથી પોતાનો અધિકાર સ્થાપવા માગે છે એ ખેદ ઉપજાવે તેવી વાત છે. આપ તો આ લોભમાંથી દૂર જ રહેજો. ધર્મ કોઈ પુસ્તકમાં નથી, કોઈ ઉપદેશમાં નથી, કે ક્રિયાની જડતામાં નથી. ધર્મ તો મનુષ્યના જીવનમાં છે. જો આપ આપનું જીવન સંપૂર્ણપણે ધાર્મિક રાખશો તો આપે