પૃષ્ઠ:Mabapone.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૭૭
 


અને બીજામાં અશ્રદ્ધા ઉપજાવીએ છીએ. નિંદાથી બાળકનો આત્મા બિડાઈ જાય છે ને સ્તુતિથી ઉદ્ધત થાય છે. આપણે તો બંને વસ્તુનો ત્યાગ જ કરીએ.

માબાપોની એક બૂરી ટેવ તરફ હું ધ્યાન ખેંચું છું. તેઓ પોતાનાં છોકરાંઓને મહેમાનો આગળ કે મિત્રો આગળ રજૂ કરી તેમની પાસે કાંઈક બોલાવરાવે છે, ગવરાવે છે વગેરે વગેરે. આમ કરવાથી કદાચ મિત્રો તો ખુશી થાય, પણ બાળકને તો ભારેમાં ભારે નુકસાન થાય છે. તે ઉપલકિયું બને છે. તેને એવી ટેવ પડે છે કે જ્યારે કોઈ વખાણીને જોનાર હોય કે ઉત્સાહ આપનાર હોય ત્યારે જ તેને કામ કરવું ગમે. તે નાટકિયું થઈ જાય છે. ઘણાં માબાપો પોતાનાં બાળકો બીજાને પોતાની વિદ્યા બતાવીને રાજી કરતાં નથી – કરવાની ના પડે છે ત્યારે બાળકો ઉપર નારાજ થાય છે, ઇનામ આપી કામ કરાવવા દોડે છે. અથવા મારી પણ દે છે. બાળકો નથી આપને માટે કે નથી મહેમાનો માટે. બાળારાજાઓને માથે પોતાની મરજી વિરુદ્ધ બીજાને રાજી રાખવાની ફરજ કેમ નખાય ? તેમાં તો ગુલામીનો પાઠ છે, આપણા અભિમાનને તૃપ્ત કરવાની આડકતરી રીત છે. બાલમંદિરમાં બાળક સુંદર બન્યું તે એવી શસ્ત્રક્રિયા માટે નહિ જ. એની શક્તિ પ્રથમતઃ તેના આનંદ માટે છે. આપણને એ આનંદ સહેજે મળતો હોય તો ભલે આપણે લઈએ. આપણે એમને આપણાં રમકડાં તો ન જ બનાવીએ; આપણે પણ એનાં રમકડાં ન બનીએ.

આપને ઘણી તસ્દી આપી. શિખામણ તો એટલી આપી કે આપને અપચો થાય. છતાં હજી કહેવાનું તો છે જ. પણ હવે હું થોડીએક વ્યાવહારિક વાતો કહીશ. આપના બાળકને ખૂબ સ્વચ્છ