પૃષ્ઠ:Mabapone.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોએ શું કરવું ?
૭૯
 


ડગાવશે, ટ્યુશન રાખવાવાળા પોતાના સ્વાર્થ માટે તમને બગાડશે, પણ તમે જાગ્રત રહેજો.

આપ અમારી શાળા જોવા વારંવાર વખત લેજો અને અમારી ભૂલો થતી હોય તો તે તરફ અમારું ધ્યાન ખેંચજો. આપના બાળક સંબંધે હૃદય ખોલી વાત કરજો, મુશ્કેલીઓ જણાવજો, અને નીડરપણે લડજો. આપ પણ આપના બાળક વિષે કશું ઢાંકશો નહિ. આપ જેટલી દરકાર રાખશો તેટલો મંદિર અને બાળકને લાભ જ થશે. નિશાળમાં બાળકને મોકલ્યું છે માટે હવે બેફિકર સૂઈ રહો એ નીતિ ન સ્વીકારતા. આપ આપના ઘરનાં સૌને આમાં રસ લેતા કરશો તો જ આપણે સફળતા મેળવીશું.