પૃષ્ઠ:Mabapone.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
: ૧ :

જ્યારે અમારું બાલમંદિર શરૂ થયું ત્યારે આ બાલમંદિરમાં આવનારાં બાળકોને તેમનાં માબાપોએ કેમ રાખવા તથા તેમની સાથે કેવી જાતનું વર્તન રાખવું એ વિષે છાપેલ સૂચનાઓ તમને બધાંને મોકલવામાં આવેલી છે. એમાં જે સૂચનાઓ કરવામાં આવી છે તે તમારા ધ્યાનમાં હશે; જરૂર હશે તો એ તમને અહીંથી ફરી વાર પણ મળી શકશે.

એ સંબંધમાં હું તમને કેટલુંક કહેવા ધારું છું. ધારો કે આપણે ઊંઘી ગયાં હોઈએ અને કાંઈક જાદુથી કે કોઈ રાક્ષસી માયાથી આપણને કોઈ અજાણ્યા રાક્ષસના દેશમાં લઈ જઈને મૂકી દે; ત્યાં જ્યારે આપણે જાગીએ અને જોઈએ ત્યારે માલૂમ પડે કે આપણે તો રાક્ષસના દેશમાં આવી પડ્યા છીએ ત્યારે કેટલો બધો ત્રાસ થાય ?

ત્યાં તો મોટા મોટા રાક્ષસો હોય. ત્યાં ઘરના દાદરા પણ મોટા હોય, તેમનાં કબાટો મોટાં હોય, તેમનાં પાણિયારાં મોટાં