પૃષ્ઠ:Mabapone.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
માબાપોને
 


અહીં બાળકને કદાચ એકદમ એકડા કે કક્કો નહિ આવડે, પણ તેઓ રમતમાં ને રમતમાં કક્કો તથા એકડા શીખી તો જશે જ. તેમને ‘શું શીખ્યાં ?’ એમ પણ તમારે પૂછવાની જરૂર નથી. પણ તેમને શું ગમે છે, તેમનું વલણ કેવું છે, તેઓ શું કરવા માગે છે, તે તમારે જોયા કરવું અને તેમને જોઈતી ચીજ કે સાધન આપવાં. તેઓ અહીં શું શીખે છે તે તમારે જોવું જાણવું હોય તો દર અઠવાડિયે એક વાર અહીં આંટો આવીને જોઈ જશો તો તમને ખરેખર ખાતરી થશે કે તમારું બાળક ધીમે ધીમે આગળ વધતું જાય છે.

બહેનો ! તમે બધાં મારા આમંત્રણથી તમારાં બાળકોના હિતની ખાતર તથા તેમના ઉપરના હેતથી અહીં આવ્યા છો, અને મારું કહેવું તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, તેથી હું બહુ ખુશી થયો છું. હવે પછી બીજી કેટલીએક વાત કહેવા માટે હું તમને બોલાવીશ, તે વખતે તમે બધાં આવશો એવી આશા રાખું છું.

: ૨ :
બાળકોનો પહેરવેશ

પહેલવહેલું હવે તમારાં બાળકોનો પહેરવેશ કેવો રાખવો એ હું તમને કહીશ. આજકાલ ફેશનનું જોર બહુ વધી ગયું છે, તેથી આપણે અંગ્રેજોની નકલ કરીને તેમનો વેશ રાખીએ છીએ. પુરુષો કોટ, પાટલૂન, બૂટ, નેકટાઈ વગેરે પહેરતાં શીખ્યા છે અને સ્ત્રીઓ પોલકાં અને ફરાક પહેરવા લાગી છે. વળી અધૂરામાં પૂરું તેમનાં બાળકોને પણ ફેશનવાળાં પોલકાં અને ફરાકનો ઠઠારો કરે છે. પણ તેથી ઘણું નુકસાન થાય છે. આપણા દેશની હવાને એ પહેરવેશ જરાયે અનુકૂળ નથી. આપણો દેશ ગરમ છે, અને આજે ઉનાળામાં અત્યારે આપણે આટલાં જે કપડાં પહેર્યાં છે તેથી