પૃષ્ઠ:Mabapone.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૮૯
 

પણ ગરમી અને ઘામ થાય છે. વિલાયતમાં તો બારે માસ એટલી ઠંડી રહે છે કે તેઓ ચાર પાંચ વાનાં ઉપરાઉપરી પહેરે તોપણ તેમને હૂંફ વળતી નથી. માટે જેવો દેશ તેવો વેશ હોવો જોઈએ.

આપણે આપણાં બાળકોને ફરાક પહેરાવીએ તેથી એક મોટી અડચણ એ આવે છે કે તેઓ તે પોતાની મેળે પહેરી જ શકે નહિ, કેમ કે ફરાકનાં બટન પાછળ હોય છે. આથી જ્યારે તેને ફરાક પહેરવું હોય ત્યારે કોઈ તેમને મદદ કરે તો જ પહેરી શકાય. વળી આપણે કામમાં હોઈએ અને તેને ફરાક પહેરવું હોય તો તે આપણને પજવ્યા કરે છે. આપણને મોટાંને કોઈ આવો વેશ પહેરવાનું કહે કે જેમાં બીજાની મદદ જોઈએ, તો તે પહેરવેશ આપણને બિલકુલ પસંદ કરીશું નહિ; કેમ કે આપણે મોટાં સમજુ અને હા ના કહી શકીએ એવાં છીએ તેથી આપણને કોઈ એવો વેશ પહેરાવતું નથી. પણ બિચારાં બાળકો તો નાનાં છે, અજ્ઞાન છે; તેઓ પોતાની હા કે ના–ની મરજી પણ બતાવી શકતાં નથી; તેથી તેમને પરાધીન રહેવું પડે છે. તમે કામમાં હો ત્યારે તેને ધુતકારી કાઢો છો, પણ તે પોતાનું ફરાક પોતાની મેળે શી રીતે પહેરી શકે તેનો ખ્યાલ પણ કરતાં નથી. આ બધા પાપનું કારણ ખરાબ પહેરવેશ છે. માટે છોકરીઓને મોઢાં આગળ બટન આવે તેવું બદન કે ચોળી જોઈએ, અને છોકરાઓને માટે સાદું પહેરણ રાખવું જોઈએ.

ઉપરાંત ફરાકમાં ખીસાની સગવડ હોતી જ નથી, તેથી, કોઈ વાર તેને ચિઠ્ઠી આપીએ તે ક્યાં રાખવી તેની મહા મુશ્કેલી ! તેમ જ તેની સાથે રૂમાલ હોય છે, તેને રાખવાની પણ મુસીબત પડે છે. ચિઠ્ઠી કે રૂમાલ ખોવાઈ જશે એવી બીકથી તે કાંઈ કામ કરી શકતાં નથી; રૂમાલની ચિંતામાં ને ચિંતામાં તે કશી રમત રમી